હિલીંગ આર્ટ્સ દ્વારા કોવિડ-૧૯ કોમ્યુનિટી ઈમ્પેક્ટઃ ગ્લોબલ ઓનલાઈન સમિટનું તા. ૧૨ જુલાઇ - રવિવારે બપોરે ૧૨થી સાંજે ૭ (બ્રિટિશ સમર ટાઈમ મુજબ) આયોજન કરાયું છે. આ સમિટમાં કોવિડની આર્થિક, મેડિકલ, સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો વિશે નિષ્ણાત વક્તાઓ સાથે વાતચીત કરવામાં આવશે. તેઓ તેમના વિચારો રજૂ કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે, જે કોમ્યુનિટીને મદદરૂપ થશે. આપ અમારા વક્તાઓ/ફેસિલિટેટરને કોઈ પ્રશ્ર પૂછવા ઈચ્છો તો વોટ્સએપ દ્વારા 0044 (0) 7712177703 પર મોકલી આપશો અથવા [email protected] પર ઈમેલ કરી શકો છો. અમે લાઈવ સમિટ દરમિયાન તેનો જવાબ આપવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. આ ગ્લોબલ ઓનલાઈન સમિટમાં આપ વિનામૂલ્યે અમારી સાથે જોડાઇ શકો છો.
ઓનલાઇન સમિટની વિગતઃ
• બપોરે ૧૨-૦૦ કલાકે - હોસ્ટ ડો. લલિત સોઢાનો પરિચય
• બપોરે ૧૨.૦૫ કલાકે - ડો. સુનિલ ગુપ્તા
• બપોરે ૧૨.૩૦ કલાકે - નીતિન (નીક) પલાણ MBE (બિઝનેસ પરની અસર)
• બપોરે ૧-૦૦ કલાકે - પ્રો. ડો. તુહિન કાંતિ બિશ્વાસ (માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં આયુર્વેદની ભૂમિકા)
• બપોરે ૧.૩૦ કલાકે - પ્રો. ભીક કોટેચા (કોવિડ અને BAME)
• બપોરે ૨.૦૦ કલાકે - ડો. મુકેશ બત્રા (હોમિયોપેથી અને કોવિડ)
• બપોરે ૨.૩૦ કલાકે - ડો. મિલેન શાહ NHS ડોક્ટર
• બપોરે ૨.૩૦ કલાકે - કેપ્ટન સ્વાતિ રાવલ (કોવિડ રેસ્ક્યુ અને ફ્લાઈંગ ટીપ્સ)
• બપોરે ૩થી ૪ - ડો. ભરત પાણખાણિયાની લોર્ડ જિતેશ ગઢિયા સાથે કોરોના વાઈરસની હાલની સ્થિતિ વિશે ચર્ચા
• બપોરે ૪.૩૦ - કલાકે લોર્ડ રેમી રેન્જર CBE (અર્થતંત્ર પર અસર)
• સાંજે ૫-૦૦ કલાકે - પ્રાશ કોટેચા
• સાંજે ૫-૦૦ કલાકે - બીટ્રીસ યુલિની (ઈટાલી)
• સાંજે ૫.૩૦ કલાકે - ડો. રાજીવ ગુપ્તા (આરોગ્ય તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવામાં યોગના લાભ)
• સાંજે ૬-૦૦ કલાકે - ડો. મેલીસા કપૂર (માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવામાં હિંદુ ફિલોસોફીની ભૂમિકા)
• સાંજે ૬-૩૦ કલાકે - જીતેન પટેલ (લોકડાઉનથી બહાર આવવા વિશે)
• સમાપન – પ્રાશ કોટેચા
સમગ્ર આયોજનની વધુ વિગતો માટે જૂઓઃ https://healingourearth.com/covid-19