લંડનઃ ગ્રાન્ટ થોર્ન્ટન LLP એ 16 ઓક્ટોબરે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે રિસેપ્શનના આયોજન સાથે લંડનમાં દિવાળી સીઝનનો શુભારંભ કરાવ્યો હતો. કપિલ દેવ, બ્રાયન લારા અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજના પોર્ટ્રેઈટ્સ ધરાવતા આ રૂમમાં લોર્ડ કરન બિલિમોરીઆ સહિત વિવિધ ક્ષેત્રોના મહારથીઓ, બિઝનેસીસ અને ભારતીય બજારોમાં રસ ધરાવતી વ્યક્તિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રાન્ટ થોર્ન્ટન યુકે LLP ખાતે સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપના વડા અનૂજ ચંદે OBEએ મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું હતું કે હું સદનસીબ છું કે 30 વર્ષના ગાળામાં મેં ગ્રાન્ટ થોર્ન્ટનને તેની ભારતમાં હાજરીને વિસ્તારતા નિહાળી છે. દિવાળી અશુભ પર શુભના વિજય તથા અંધકાર પર પ્રકાશના વિજયનો ઉત્સવ છે. વિશ્વ આજે ઘણી ખરાબ હાલતમાં છે પરંતુ આપણે આશામાં આશાવાદી છીએ કે એક વર્ષના ગાળામાં આપણે મળ્યા ત્યારે યુક્રેન અને મિડલ ઈસ્ટમાં સંઘર્ષો બાબતે કેટલાક સારા સંકેતો મળ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે પ્રકાશ અંધકાર પર વિજય મેળવે.’
અનૂજ ચંદેએ ગ્રાન્ટ થોર્ન્ટનના લંડનસ્થિત નવા પાર્ટનર અને ઈન્ડિયા ગ્લોબલ એન્ડ ગ્લોબલ ઈન્ડિયન્સના વડા અક્ષય ભલ્લાનો પરિચય કરાવ્યો હતો. અક્ષય ભલ્લાએ તેમના રસપ્રદ સંબોધનમાં લોન્ગ રૂમના મહત્ત્વ અને ભારત અને ભારતીયો માટે ક્રિકેટના નવા યુગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયા ગ્લોબલ પ્રેક્ટિસ ભારત અને બહાર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે ગ્લોબલ ઈન્ડિયન્સ લંડન, મ્યુનિક, દુબઈ, સિંગાપોર, સાયપ્રસ, ગિફ્ટ સિટી તેમજ ભારતભરમાં ઓફિસ ધરાવે છે.
સાઉથ એશિયા બિઝનેસમાં યુકે-ઈન્ડિયા બિઝનેસ કોરિડોર અને બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના વડા ગુરશીન કૌર સહાનીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને કહ્યું હતું કે, ‘દિવાળી નવા આરંભ અને વૃદ્ધિના પ્રતીકરૂપે યુકે-ઈન્ડિયા કોરિડોર માટે ખાસ મહત્ત્વ ધરાવે છે.