હિન્દુસ્તાની ક્લાસીકલ મ્યુઝીક શિક્ષણ અને થેરાપીના પ્રયોગથી સમાજનું આરોગ્ય સુધારવાનો અને હકારાત્મક વાતાવરણ સર્જવાનો યજ્ઞ સુશ્રી જયીથા ઘોષે આદર્યો છે. સંગીત એમનો આત્મા છે. એમની એકેડેમીક શૈક્ષણની કારકિર્દી સારી હોવા છતાં સંગીત પર પસંદગી ઉતારી. જ્યાં ભારતીયોની વસ્તી મોટાપ્રમાણમાં છે એ લંડનના હેરો વિસ્તારમા ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ - GAOFALશરૂ કરી છે.
બાળપણમાં ચાર વર્ષની વયે મુંબઈમાં રહેતાં હતાં ત્યારથી જ સંગીતની લગની લાગી હતી. મુંબઇમાં નંખાયેલ સંગીતનો પાયાનું વટવૃક્ષ અમેરિકા અને ત્યારબાદ યુ.કે. સુધી ફુલી-ફાલી એની સુમધુરતા પ્રસરાવી રહેલ છે.
નોર્થ વેસ્ટ લંડનના સેંકડો વિદ્યાર્થીઓને સંગીતનું જ્ઞાન આપી લંડનની ગ્રામર સ્કુલોમાં પણ સંગીતની પરીક્ષા માટે તૈયાર કરે છે.
ભારતીય સંગીત અત્રેની સ્કુલોમાં ગૌરવ અપાવ્યું છે. એમના શિષ્યોએ આધ્યાત્મિક સંગીતના સિમાડા ય સર કર્યા છે. લંડનના એપોલો થીયેટરમાં ૪૦૦૦ માનવ મેદની વચ્ચે ઇસ્કોન આયોજીત ક્રિષ્ણા ભક્તિના કોન્સર્ટમાં ભાગ લઇ સૌની ચાહના મેળવી હતી. ભક્તિ વેદાંત વોટફર્ડ સાથે GAOFAL ના ગાઢપણે સંકળાયેલ છે. એમના ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં સક્રિય ફાળો આપે છે.
" સામાજિક બદલાવના સર્જન માટે સંગીત દ્વારા સૌના હદયનું જોડાણ" કરવાનું અભિયાન આદર્યું છે. સ્પેશીયલ નીડ/ ઓટીઝમથી પીડાતાં બાળકોનું વૈકલ્પિક થેરાપી સંગીતના સહારે હીલીંગ થાય તેમજ સંગીત પ્રત્યે લગાવ થાય એ માટે પોતાના અનુભવના આધારે ખાસ સંગીતનું સર્જન કર્યું છે.
અનાથ બાળકો અને વડિલોના કેર હોમ્સ માટે ફંડ એકત્ર કરવા કોન્સર્ટનું આયોજન કરે છે. તેઓ યુ.કે અને ભારતની SAMPARC બિન સરકારી સંસ્થાઓ સાથે સંકળાઇ સુવિધાઓથી વંચિત બાળકોને મદદ કરવામાં સહાયરૂપ બને છે.
એમનો મ્યુઝીકલ કારકિર્દીનો ગ્રાફ દિન-પ્રતિદિન ઊંચાઇને આંબી રહ્યો છે. ૨૦૨૨ના શૈક્ષણિક ક્ષેત્રે રોલ મોડેલ તરીકેની પસંદગી "ઇન્ડીયન ઇનસ્પાયરીંગ મહિલા" IIWતરફથી થઇ હતી. તેમની અસાધારણ સેવાઓની કદર રૂપે હાઉસ ઓફ પર્લામેન્ટમાં IIW એ સન્માન કર્યું હતું.
આવા ઘર દીવડાંઓ સમાજની કાયાપલટ કરવામાં અનુદાન આપી રહ્યાં છે તેઓની સમાજ સેવાની કદર અમે આ કોલમમાં કરીએ છીએ. આપના ધ્યાનમાં એવા કોઇ હોય તો જરૂર અમારૂં ધ્યાન દોરજો.
શનિવાર ૨ જુલાઇના રોજ સાંજના ૪ થી ૧૦ ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓનો વાર્ષિક કાર્યક્રમ સંગીતકાર એ.આર.રહેમાનને અંજલિ આપતો "જય હો" કિંગ્સબરીની JFS સ્કુલ હોલ,, HA3 9TE ખાતે યોજવામાં આવ્યો છે.