લંડનઃ ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને પ્રેસ્બિટેરીયન સ્કોલર હતા.
એનીએ આ સાતેય મહિલાને વ્યભિચાર બદલ ચર્ચમાંથી હાંકી કાઢવા અનુરોધ કર્યો છે. કેમ્પબેલ છેલ્લાં ઘણાં વર્ષથી આ પ્રકારે બેવડું જીવન જીવતા હોવાનો કથિત પૂરાવો મળી આવ્યા પછી એનીએ આ કાર્યવાહી કરી હતી. ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.