માનનીય સી.બી. પટેલ, ‘ગુજરાત સમાચાર’ તરફથી ડાયરેક્ટ ફ્લાઇટ સંદર્ભે આવકારદાયક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તેને અમે બધા જ હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમે બધા પણ ઇચ્છીએ છીએ કે એર ઈન્ડિયા એરલાઇન્સે લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પરથી જ શરૂ કરવી જોઇએ. અમો નીચે સહી કરનાર બધાનો અમારો એક સમાજ અહીં યુકેમાં વર્ષોથી કાર્યરત છે, જેનું નામ છે ‘પોસુન’ (POSUN). જે લોકો POSUN શબ્દનો અર્થ જાણતા નથી તેમને જણાવવાનું કે મધ્ય ગુજરાતમાં આવેલા પીજ (PIJ), ઓડ (ODE), સુણાવ (SUNAV), ઉત્તરસંડા (UTTARSANDA) અને નાર (NAR) ગામના નામોના પ્રથમ અક્ષર લઇને આ નામ બનાવવામાં આવ્યું છે. અમારા સમાજના દરેક સભ્યો પણ ‘ગુજરાત સમાચાર’એ કરેલા નિવેદન અને રજૂઆત સાથે સહમત છે. અમે આ અભિયાનને સમર્થન આપીએ છીએ.
અમારામાંથી ઘણા પરિવારો પોતાના પરિવારના વડીલો તેમજ નાના બાળકો અને પરિવારના હેન્ડિકેપ્ડ સભ્યો સાથે દર વર્ષે દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણના પ્રસંગોએ તેમજ પરિવાર સાથે સગાંસંબંધીઓના દીકરા - દીકરીઓના લગ્નપ્રસંગે આનંદ કરવા માદરે વતન ગુજરાત જાય છે. ઘણા પરિવારોને તો હિથ્રો એરપોર્ટ જવા માટે પણ તકલીફ પડે છે. અને હવે તો આ તકલીફમાં ઓર ઉમેરો થયો છે.
ગેટવિક એરપોર્ટ પહોંચવા માટે લંડનથી ઓછામાં ઓછા બે કલાકનો સમય જોઈએ. આમ મુસાફરી માટે ફ્લાઈટના ટાઈમ કરતાં પાંચથી છ કલાક પૂર્વે જ પ્રવાસની તૈયારી શરૂ કરી દેવી પડે, જે ઘણું જ મુશ્કેલ છે. આથી અમારામાંથી ઘણા પરિવારોએ આ વર્ષે ભારત જવાનું બંધ રાખેલ છે. પણ જો આ જ સીધી ફ્લાઇટની સેવા - અગાઉની જેમ જ - ફરીથી હિથ્રો એરપોર્ટથી શરૂ થાય તો આ પરિવારો ભારતના પ્રવાસે જવા માટે તૈયાર છે. તો અમો બધા આશા રાખીએ છીએ કે એર ઇંડિયા અમારી આ બધી મુશ્કેલીઓને સમજીને ગેટવિકના બદલે ફરીથી હિથ્રો એરપોર્ટથી લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ સુવિધા શરૂ કરે તેવી આશા છે.
- ‘પોસુન’ પરિવાર દ્વારા મોકલાયેલી પિટિશનમાં હસ્તાક્ષર કરનાર સભ્યોના નામ
• વસંત પટેલ, હેરો • રસિક પટેલ, લંડન • અશોક પટેલ, હેમરસ્મિથ • મુકુંદ પટેલ, મિલ્ટન કિન્સ • નીતિન પટેલ, બર્મિંગહામ • પન્ના પટેલ, હેરો • રશ્મિકાંત પટેલ, હેરો • યશુ પટેલ, હેરો • પ્રદીપ પટેલ, લુટન • અશોક પટેલ, ઈલ્ફર્ડ • કિરીટ પટેલ, બાર્કિંગ • પિયૂષ પટેલ, પોર્ટ્સમાઉથ • રજની પટેલ, હેરો • નરેન્દ્ર પટેલ, વેમ્બલી • સરોજ પટેલ, વેમ્બલી • રજનીકાંત પટેલ, ઈલ્ફર્ડ • નરેન્દ્ર પટેલ, કિંગ્સબરી • સુરેન્દ્ર મહિડા, સડબરી હીલ • ભાર્ગવ પરમાર, વેમ્બલી • નરેશ પટેલ, વેમ્બલી • દીપક પટેલ, વેમ્બલી • રેખા પટેલ, વેમ્બલી • વર્ષા પટેલ, વેમ્બલી • અમિતા પટેલ, નોર્થોલ્ટ • કૌશિકભાઈ પટેલ, હેરો • હરીશ પટેલ, નોર્થોલ્ટ • દિલીપ પટણી, સર્બિટન • ચંદ્રવદન પટેલ, મોર્ડન • હેમંત પટેલ, મોર્ડન • મહેન્દ્ર પટેલ, અપ્ટન પાર્ક • વિજય પટેલ, અપ્ટન પાર્ક • કનુભાઈ પટેલ, સાઉથ હેરો • કિસના પટેલ, હેરો • અંજુ પટેલ, નોર્થોલ્ટ • આન્ના પટેલ, ઈલિંગ • અશોક પટેલ, હેરો • મિનલ અમીન, કેન્ટન • હંસા, ફિંચલી • સુરેશ પટેલ, ક્રોયડન • જશવંત ગોસાઈ, મિચમ • પ્રમિલા, સેન્ટ અલ્બાન • જ્યોતિ પટેલ, ઈકનહામ • રંજન પટેલ, ઈસ્ટકોટ • ઉષા જે. પટેલ, એડમન્ટન • જશુ જે. પટેલ, વિલ્સડન • ગીતા એમ. પટેલ, એજવેર • કૈલાસ ડી. પટેલ, એજવેર • દુશ્યંત વિ. પટેલ, એજવેર • સુમતિ સી પટેલ, રાયસ્લિપ • વિભા સી. પટેલ, રાયસ્લીપ • શિલ્પા કે. પટેલ, રાયસ્લીપ • કલ્પેશ પટેલ, રાયસ્લીપ • શોભના પટેલ, વોટફર્ડ • રજનીકાંત આઈ. પટેલ, વોટફર્ડ • રંજન અમીન, હેરો, • સાવિત્રી પટેલ, હેરો • પ્રવિણકુમાર પટેલ, હેરો • ધર્મિષ્ઠા પટેલ, ટ્વિકહામ • નયનાબેન પટેલ, પ્લમસ્ટેડ • રીટા પટેલ, ક્લેગેટ • જ્યોત્સના એ. પટેલ, હેરો • ઉષા પાટીલ, ચેશામ • ગીતા પટેલ, વેમ્બલી • સતિષ પટેલ, વેમ્બલી • શોભના જે. દરબાર, હંસલો • નીતા પટેલ, નોર્થ ફિંચલી • નિમિષા પટેલ, નોર્થ ફિંચલી • અંજુ વોરા, નોર્થ ફિંચલી • જ્યોત્સના પટેલ, નોર્થ ફિંચલી • વિ. વોરા, નોર્થ ફિંચલી • કે. કે. પટેલ, એસેક્સ • કિન્નરી પટેલ, લંડન • સરલા પટેલ, ટોલવર્થ • હંસા પટેલ, ન્યુ માલ્ડેન • કૌશિક પટેલ, લંડન • ધર્મિષ્ઠા, સરે • ચંદ્રિકા પટેલ, રિચમન્ડ • હરિ પટેલ, એસેક્સ • દીપલ પટેલ, એસેક્સ • અપેક્ષા પાટીલ, હાઇવાયકોમ્બ • ચંદ્રકાંત/મીના, એસેક્સ • બિપીન પટેલ, પેરિવેલ
----------
મોટી વયના લોકોને બહુ મુશ્કેલી પડે છેઃ એરપોર્ટમાં કલાકો બેસી રહેવું પડે છે
પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ સાહેબ, પ્રણામ પાઠવું છું. ગયા અઠવાડિયાના ‘ગુજરાત સમાચાર’માં એર ઈન્ડિયાની લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટથી ફરી શરૂ કરવાની વાત થઈ. અમારા ‘ગુજરાત સમાચાર’એ આ મુદ્દે ઝૂંબેશ શરૂ કરી છે તે જાણીને ખૂબ સારું લાગ્યું કે હવે આપણો અવાજ એર ઈન્ડિયા સુધી પહોંચશે.
પરંતુ મને લાગે છે કે આ એકતરફી માંગણી છે. અમે નોર્થમાં રહેવાવાળાનું શું? અમારા માટે તો કોઈ જાતનો વિચાર કોઈએ ના કર્યો. મોટી ઉંમરના લોકોને અમદાવાદ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. દુબઈ, દોહા, અબુધાબી ખૂબ લાંબો સમય બેસી રહેવાનું થાય છે. અમારી ફરિયાદ, માગણી, વિનંતી કોને કહેવાની? કંઇક રસ્તો બતાવશો.
આના કરતાં તો પાકિસ્તાન સરકાર સારી કે તેણે તેના નાગરિકોને દરેક શહેરમાં પહોંચવા માટે સીધી ફ્લાઈટની વ્યવસ્થા રાખી છે. તો માનનીય વડા પ્રધાન મોદીસાહેબને આ વાત ક્યારે પહોંચશે?
મારું સુચન એવું છે કે માંચેસ્ટરથી એર ઈન્ડિયાની ફ્લાઇટ ઉપડે અને લંડનથી પેસેન્જર લેતું જાય. સીધું અમદાવાદ પહોંચે. રિટર્ન જર્નીમાં પણ આવું જ હોય. એરલાઇનને વધારાનું ટિકિટનું ભાડું આપવામાં જરા પણ વાંધો નથી. આવી કંઇ વ્યવસ્થા ગોઠવાશે તો કોઇને હેરાનગતિ નહીં થાય. આપની ખૂબ મહેરબાની કે આપે આ મુદ્દો ઉઠાવ્યો છે. તકલીફનો કોઈ રસ્તો જરૂર કરજો. - પ્રફુલ્લચંદ્ર નાયી, પ્રેસ્ટન
----------
અથાક લડત માટે ‘ગુજરાત સમાચાર’નો આભારઃ આપની ઝૂંબેશને સંપૂર્ણ સમર્થન
વિવિધ મુદ્દે ન્યાય મેળવવા માટે અથાક લડત ચલાવવા બદલ ‘ગુજરાત સમાચાર’નો ખૂબ ખૂબ આભાર... આ વખતે ‘ગુજરાત સમાચાર’એ હિથ્રો એરપોર્ટથી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું આપની ઝૂંબેશને સંપૂર્ણ સમર્થન આપું છું. એર ઇંડિયાએ દર સપ્તાહે કમસે કમ એક ફ્લાઇટ હિથ્રો એરપોર્ટથી એક ફ્લાઇટ ઓપરેટ કરવી જ જોઇએ. - પ્રેમજી કે. પટેલ, કેમ્પલીન રોડ
નોર્થ લંડનના પ્રવાસી માટે બહુ તકલીફદાયક
અમે વર્ષોથી હિથ્રો એરપોર્ટથી જ ભારત માટે પ્રવાસ કરીએ છીએ, અને આ વધુ સુવિધાજનક પણ છે. અમારું નમ્રપણે માનવું છે કે નોર્થ લંડનમાં રહેતા લોકો માટે તો ગેટવિક એરપોર્ટથી મુસાફરી કરવાનું બહુ જ તકલીફદાયક બની રહેશે કેમ કે મોટા ભાગના લોકો એરપોર્ટ પહોંચવા માટે એકલા જ મુસાફરી કરતા હોય છે. - ભૂપેન્દ્ર પટેલ, કેન્ટિશ ટાઉન, લંડન
----------