આપણાં પરિવારમાં નવા બાળકના જન્મ, અબાલવૃધ્ધ સૌના જન્મ દિન, લગ્ન પ્રસંગ, લગ્નની એનિવર્સરી, અવસાન, પૂણ્યતિથી, ધાર્મિક, સામાજીક અને અન્ય તમામ પ્રસંગોની માહિતી કે નોંધ આપણા પોતાના કહી શકાય તેવા સ્નેહી, સ્વજનો અને સગા-સહોદરોને પહોંચે તે ખૂબજ અગત્યનું છે. આવા સૌ સ્વજનોને આપ ઘરઘરમાં લોકપ્રિય અને ૨૫,૦૦૦ કરતાં વધારે નકલોનો ફેલાવો ધરાવતા તમારા પોતાના 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા પરિવારમાં બનેલ પ્રસંગોની માહિતી કે નોંધ વિનામુલ્યે અથવા તો વ્યાજબી દરે પ્રસિધ્ધ કરાવી પહોંચાડી શકો છો.
વિવિધ પ્રસંગોની માહિતી કે નોંધ નીચે મુજબ લેવાશે.
* બાળકનો જન્મ, લગ્ન અને અવસાન નોંધ: વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ પ્રસંગો માટેની નોંધ ફોટો વગર ૫૦ શબ્દો સુધીની મર્યાદામાં વિનામૂલ્યે લેવામાં આવે છે.
* જન્મ, જન્મ દિન, લગ્ન પ્રસંગ, લગ્નની એનિવર્સરી, અવસાન, પૂણ્યતિથી અને અન્ય પ્રસંગોની ૭૦ શબ્દો સુધીની એક ફોટો સહિતની નોંધ માટે £૭૫ ચાર્જ થશે.
* કથા, માતાજીના લોટા, હનુમાન ચાલીસા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોની નોંધ ૭૫થી ૧૫૦ શબ્દોની મર્યાદામાં ફોટો સાથે પ્રકાશિત કરવાનો દર £૧૦૦ રહેશે.
આ તમામ દર VAT સહિત છે. વિવિધ નોંધ અંગેની તમામ માહિતી, જરૂરી સંપર્ક ટેલિફોન નંબર, ઇમેઇલ, ફોટોગ્રાફ વગેરે સાથે ગુજરાતી કે ઇંગ્લીશમાં સુશ્રી સરોજબેન પટેલને [email protected] ઉપર ઇમેઇલ, ફેક્સ 020 7749 4081 ફેક્સ કે ટપાલ દ્વારા મોકલી શકાશે. વધુ માહિતી માટે ફોન નં. 020 7749 4006 / 4080 ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.