જાણીતા અગ્રણી શ્રી અમરતલાલ દેસાઈનું નિધન

Wednesday 25th April 2018 07:40 EDT
 
 

મૂળ ગુજરાતના નવસારી નજીક આમલી ગામના અને વર્ષો સુધી ટાન્ઝાનિયામાં રહ્યા બાદ લંડનમાં સ્થાયી થયેલા શ્રી અમરતલાલ ઘેલાભાઈ દેસાઈનું ૮૯ વર્ષની વયે તા.૧૭.૪.૨૦૧૮ને મંગળવારે નિધન થયું છે.મૂળ ગુજરાતના નવસારી નજીક આમલી ગામના અને વર્ષો સુધી ટાન્ઝાનિયામાં રહ્યા બાદ લંડનમાં સ્થાયી થયેલા શ્રી અમરતલાલ ઘેલાભાઈ દેસાઈનું ૮૯ વર્ષની વયે તા.૧૭.૪.૨૦૧૮ને મંગળવારે નિધન થયું છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી શિક્ષક થયેલા શ્રી અમરતલાલ દેસાઈ માત્ર ૨૦ વર્ષની વયે ગામના સરપંચ બન્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેમણે ભાગ લીધો હતો. ૧૯૫૪માં તેઓ તેમના પિતા સાથે ટાન્ઝાનિયા ગયા હતા. તેમણે ઘણાં વર્ષ સુધી ટાંગા હિંદુ મંડળના સેક્રેટરી તથા રોટેરિયન તરીકે સેવા આપી હતી. ૧૯૭૬માં તેઓ યુકે આવ્યા હતા. લંડનમાં તેમણે ન્યૂઝ એજન્સી / પોસ્ટ ઓફિસનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે છેલ્લે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશનના મેનેજર તરીકે ફરજ બજાવી હતી. તેમણે કરેલી સમાજસેવા બદલ તેમને ૨૦૦૪માં MBE નું સન્માન અપાયું હતું. તેઓ બ્રેન્ટ રેસિયલ ઈક્વોલિટી કાઉન્સિલના મેમ્બર હતા. ચૂંટણી દરમિયાન તેઓ લેબર વોલન્ટિયર તરીકે કામગીરી બજાવતા હતા.

અમરતલાલે ઘણાં વર્ષો સુધી ‘ગુજરાત સમાચાર’ માં અહેવાલો અને લેખો લખ્યા હતા. સદ્ગત અમરતભાઇના સુપુત્ર ઉન્મેશભાઇ દેસાઇ લંડન એસેમ્બલીના મેમ્બર છે અને ૧૯૯૮થી તેઓ ન્યુહામ બરો કાઉન્સિલના કાઉન્સિલર તરીકે ચૂંટાતા હતા.

સંપર્ક. ઉન્મેશભાઈ દેસાઈ 020 3566 4824


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter