જીવદયાપ્રેમીઓ દ્વારા ત્રણ આંખવાળા વાછરડાને કતલખાને જતા બચાવી લેવાયું

Wednesday 07th July 2021 03:17 EDT
 
 

 લેસ્ટર, લંડનઃ બ્રિટનના જૈન જીવદયાપ્રેમીઓને કતલખાને જતા ત્રણ આંખવાળા વાછરડાને બચાવી લેવા સફળતા મળી છે. વેલ્સના એક ખેડૂતને ત્યાં કુદરતના કરિશ્માવાળું ‘ત્રિનેત્રી’ વાછરડું જન્મ્યું હોવાના અખબારી અહેવાલો માહિતી મળ્યા પછી સતીષભાઈ પારેખ, પરેશભાઈ રુઘાણી અને નીતિનભાઈ મહેતાએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો અને ઘણી મહેનત પછી તેને ૫,૦૦૦ પાઉન્ડ આપી વાછરડાને બચાવી લીધું હતું. લેસ્ટરની ગૌશાળામાં રખાયેલાં ‘ત્રિનેત્રી’ વાછરડાનું નામકરણ ‘મહાદેવ’ કરાયું છે.

કતલખાને જતા વાછરડાને બચાવી લેવા સતીષભાઈ, પરેશભાઈ અને નીતિનભાઈએ ત્રણ સપ્તાહ સુધી ફાર્મર સાથે વાતચીત કરી પરંતુ, કોઈ મચક ન આપી. આખરે સતીશભાઈએ ૫,૦૦૦ પાઉન્ડની ઓફર સાથે પોતાનો ફોન નંબર પણ આપ્યો જેથી તેનું દિલ પીગળે તો ઓફર સ્વીકારી લે. આના પરથી જીવદયાપ્રેમીઓની ધીરજ ખૂટી હોવાનો અને હવે વધુ વાતચીત નહિ થાય તેવો સંદેશો તે ખેડૂતને મળી ગયો.

જૈન એનિમલ સેન્ક્ચુરી (પશુશાળા) વતી ૨,૦૦૦ પાઉન્ડની ખાતરી અપાઈ હતી પરંતુ, ખેડૂત હવે ૫,૦૦૦ પાઉન્ડની ઓફર સ્વીકારી લીધી અને તાત્કાલિક અન્ય સ્રોત પાસેથી બાકીના નાણા મેળવવાનો મેળવવાનો સમય ન હોવાથી સંપૂર્ણ રકમ જૈન એનિમલ સેન્ક્ચુરી દ્વારા ચૂકવી અપાઈ હતી.

જીવદયાપ્રેમી નીલેશભાઈ શાહ અને તેમના પત્ની મયુરીબહેન શાહે પોતાની લેસ્ટરસ્થિત ગૌશાળામાં નર વાછરડાને કાયમી આશરો આપવાની સંમતિ સાથે ખર્ચપેટે ૧,૦૦૦ પાઉન્ડનો ફાળો પણ આપ્યો હતો. વેલ્સના ખેડૂતે ૫૦૦ પાઉન્ડમાં વાછરડાને લેસ્ટર પહોંચાડવાની તૈયારી દર્શાવી હતી. ખેડૂતે વાછરડાને ઈશાઈહા (Isaiha) નામ આપ્યું હતું જેને શુક્રવાર ૨૫ જૂને સાંજે ૪.૩૦ કલાકે લેસ્ટરની ગૌશાળામાં લવાયું હતું.

નીલેશભાઈ, મયુરીબહેન, વસંતભાઈ, નિર્મલાબહેન ટાંક, સતીષભાઈ પારેખ અને ડિક્સીબહેન પટેલ દ્વારા ઈશાઈહાનું ભાવપૂર્વક સ્વાગત કરાયું હતું અને નીલેશભાઈ દ્વારા ‘ત્રિનેત્રી’ વાછરડાનું નામકરણ ‘મહાદેવ’ તરીકે કરાયું છે.

ટૂંક સમયમાં જ ‘મહાદેવ’ માટે સત્તાવાર સ્વાગત અને પૂજાવિધિ લેસ્ટર ગૌશાળામાં કરવામાં આવનાર છે જેમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાશે.

આપ પણ વાછરડાંને કતલખાને જતાં બચાવવાના પ્રોજેક્ટમાં સહભાગી થઈ જૈન એનિમલ સેન્ક્ચુરીને દાન આપી શકો છો. આના થકી અન્ય ઘણા પશુઓને ક્રુર મોતમાંથી બચાવી શકાશે.

દાન આપવા માટે બેન્કની વિગતો આ પ્રમાણે છેઃ

Barclays Bank- Jain Animal Sanctuary.

Account No : 00520225........ Sort Code: 20 24 61


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter