લંડનઃ ડો. સામાણી પ્રતિભા પ્રજ્ઞાજીએ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)યુકે દ્વારા ડોક્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી (PhD) મેળવી હતી. તેમની આ ઐતિહાસિક સિદ્ધિને બીરદાવવા જૈન વિશ્વ ભારતી, લંડન દ્વારા ગઈ ૨૯ જુલાઈએ જ્ઞાનોત્સવની ઉજવણી કરાઈ હતી.
ડો.પ્રજ્ઞાજીએ પ્રો. પીટર ફ્લુજેલના માર્ગદર્શન હેઠળ પ્રેક્ષા ધ્યાન અને આધુનિક જૈન મેડિટેશન વિષયમાં સંશોધન કર્યું હતું. પ્રો.ફ્લુજેલે અને ડો. ઈન્ગ્રીડ ફ્લુજેલે જૈન સાધુ જીવનના કડક નિયમોના પાલનની સાથે આ શૈક્ષણિક પડકારો ઝીલવા બદલ તેમની પ્રશંસા કરી હતી. ડો. સામાણી પ્રતિભાએ તેમના સંશોધનની ટૂંકી વિગતો આપી હતી. આ પ્રસંગે તેરાપંથ સંપ્રદાયના વડા આચાર્ય મહાશ્રમણે ડો. સામાણીને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વીરેન્દ્ર શર્મા MP, હેરો કાઉન્સિલના વડા સચિન શાહ, લંડન એસેમ્બલીના મેમ્બર નવિન શાહ,UKIGBના ચેરમેન ડો. મોહન કૌલ, કાઉન્સિલરો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા સહિત ૪૦૦ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.