ટિલ્ડા દ્વારા LOVOના સહયોગમાં સ્ત્રી સશક્તિકરણ અને વૈવિધ્યતાની ઊજવણી

Friday 08th November 2024 01:53 EST
 
 

ટિલ્ડાએ મહિલાઓ અને તેમના પરિવારોને સશક્ત બનાવવા અને પ્રેરણા પૂરી પાડવાને સમર્પિત બિનનફાકારી સંસ્થા LOVO સાથે પાર્ટનરશિપમાં તેના 2024ના મર્યાદિત સંખ્યાના ટિનને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સુંદર રીતે ડિઝાઈન કરાયેલું ટિન યુકેના સ્વતંત્ર રિટેઈલર્સને ત્યાં નવેમ્બર 2024થી મળતું થશે અને મર્યાદિત સમય માટે 2 કિ.ગ્રા. ટિલ્ડા પ્યોર બાસમતી રાઈસની ખરીદી સાથે તે નિઃશુલ્ક ઓફર કરવામાં આવશે.
સ્ત્રી સશક્તિકરણ અને વૈવિધ્યતાની ઊજવણી કરવા ડિઝાઈન કરાયેલું મર્યાદિત સંખ્યાનું ટિન ભગિનીત્વનાં પ્રતીક સમાન બારીક પેટર્ન્સ ધરાવે છે તેમજ તેની જોશીલી વનસ્પતિ અને પશુધનનું પ્રદર્શન કોમ્યુનિટી અને વ્યક્તિગત વિકાસનું પ્રતિબિંબ દર્શાવે છે. ટિનની લીલા, પીળા, ગુલાબી અને ભૂરા રંગોની મિશ્ર રંગસજ્જા LOVO કોમ્યુનિટી સાથે વણાયેલાં શક્તિ અને કૃતજ્ઞતાના મૂલ્યો સાથે સુસંગત બની રહે છે. આ ટિન જોતાંની સાથે જ આંખોને ગમી જાય તેવું છે એટલું જ નહિ, ઉમદા ઉદ્દેશને સપોર્ટ કરવાના પ્રતીક સાથે ચોખાનો સંગ્રહ કરવા માટે આદર્શ ઉપાય પણ આપે છે.
આ લોન્ચિંગને યાદગાર બનાવવા ટિલ્ડા અને LOVO દ્વારા 26 સપ્ટેમ્બરે ઊજવણીના ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. સધર્કના મેયર નઈમા અલી સહિત 150થી વધુ ઉપસ્થિત લોકો સમક્ષ લિમિટેડ એડિશનના ટિનનું અનાવરણ કરાયું હતું. ફાઈનાન્સિયલ નિષ્ણાત દ્વારા ચાવીરૂપ સંબોધન, જોલોફ રાઈસ અને બિરયાની સાથેનું ગ્લોબલ લન્ચ, ડ્રમર્સ અને ડાન્સર્સ દ્વારા જીવંત પરફોર્મન્સીસ આ ઈવેન્ટની હાઈલાઈટ્સ બની રહ્યાં હતા. આ ઉપરાંત, ઉપસ્થિત મહેમાનોને ઊજવણીના હાર્દરૂપ પ્રતીક ‘ટ્રી ઓફ એસ્પિરેશન – આકાંક્ષાઓનું વૃક્ષ’ સંદર્ભે તેમના ભવિષ્યનાં સ્વપ્નાં અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે લખવા પ્રોત્સાહિત કરાયા હતા તે પળ વિશિષ્ટ બની રહી હતી.
આ ઉપરાંત, ટિલ્ડાએ તાજેતરમાં જ LOVOના ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવા 10,000 પાઉન્ડના દાનની જાહેરાત કરવા સાથે સામુદાયિક સશક્તિકરણ પ્રતિ તેની પ્રતિબદ્ધતાને મજબૂતપણે વ્યક્ત કરી હતી.
ટિલ્ડાના માર્કેટિંગ વડા અન્ના બેહેસ્તીએ જણાવ્યું હતું કે,‘ આ જોશપૂર્ણ ટિન ટિલ્ડા જેની સેવા કરે છે તેવી વિવિધ સંસ્કૃતિઓ અને કોમ્યુનિટીઓનું પ્રતિબિંબ પાડે છે. સમગ્ર વિશ્વમાં ચોખા-રાઈસ તમામ ભોજનનો અનિવાર્ય હિસ્સો છે અને અમે વૈવિધ્યતા અને સશક્તિકરણના અમારા મૂલ્યો સાથે સંપૂર્ણપણે સુસંગત સંસ્થા LOVO સાથે ભાગીદાર બની રહેવા રોમાંચિત છીએ.’
LOVOના સ્થાપક અને ડાયરેક્ટર ઓલા સ્ટીફને ઉમેર્યું હતું કે,‘આ ટિન ખરેખર વૈવિધ્યતાની સાચી ઊજવણી છે. તે માત્ર સુંદર છે એવું નથી, સાથોસાથ આપણે સાથે મળીને જે કોમ્યુનિટીનું લાલનપાલન કરીએ છીએ તેની ભાવનાને પણ ઉજાગર કરે છે.’
ક્રાફ્ટ ગિલ્ડ ઓફ શેફ્સ દ્વારા પ્રમાણિત ટિલ્ડાના શુદ્ધ બાસમતી રાઈસ 50 કરતાં વધુ વર્ષથી રસોઈઘરમાં વિશ્વાસુ અને મુખ્ય સામગ્રી બની રહેલ છે. LOVO સાથેનો આ સહકાર વૈવિધ્યસભર કળા, ફૂડ અને સંસ્કૃતિ દ્વારા જીવનને આત્મસાત કરવાની ટિલ્ડાની પ્રવર્તમાન પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter