ટિલ્ડા દ્વારા નતાશા કુમાર સાથે લિમિટેડ એડિશન ટિન્સનું લોન્ચિંગ

Tuesday 17th October 2023 05:26 EDT
 
 

ટિલ્ડા દ્વારા નતાશા કુમાર સાથે લિમિટેડ એડિશનના સહયોગની જાહેરાત કરાઈ છે. નતાશા કુમારે તેના ઈંગ્લિશ પક્ષે પેઈન્ટર્સના પરિવાર અને ભારતીય પક્ષે સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી છે. ટિલ્ડા શ્રેષ્ઠ ક્વોલિટી અને દીર્ઘકાલીન વિરાસત સાથે પર્યાયવાચી પ્રસિદ્ધ બ્રાન્ડ છે. ટિલ્ડાએ આ ઓટમમાં બ્રિટિશ ભારતીય કળાકાર નતાશા કુમાર સાથે સહયોગમાં મર્યાદિત એડિશનના 2 કિલોના ટિન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઉપખંડના આહાર, સંસ્કૃતિ અને રંગોની ઉજવણીમાં નતાશાની ડિઝાઈન ઘેરા ગુલાબી, ગાઢા ભૂરા અને ભવ્યતાપૂર્ણ મુગલ સ્થાપત્યની પશ્ચાદભૂમાં ઘુમ્મરીઓ લેતી ડાન્સર્સ, જોશીલા ડ્રમર્સ અને ટ્રમ્પેટીઅર્સની ધમાધમને પ્રસ્તુત કરે છે. ડ્રમર્સ ટિલ્ડાના ધબકતાં હૃદયનું પ્રતીક છે અને ડિઝાઈન આપણા રોજિંદા જીવનના તાલ સાથે સંયોજાય છે.

શ્રેષ્ઠતા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ ટિલ્ડા હંમેશાં ટેબલ પર સ્વાદિષ્ટ રસોઈના આનંદથી વિશેષ મૂકવા તૈયાર રહે છે. પેઢીઓ સુધી વિસ્તરેલી સમૃદ્ધ વિરાસત સાથે ટિલ્ડા ગુણવત્તા, પ્રામાણિકતા અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓની ઉજવણી પ્રત્યે પ્રતિબદ્ધતાને સાકાર બનાવે છે. નતાશા કુમાર કહે છે કે,‘ટિલ્ડા સાથેનો આ સહયોગ સ્વાદ, સોડમ અને કળાના સમન્વય સ્વરૂપે છે જે ચોખાના પ્રત્યેક દાણાને સહભાગી સાંસ્કૃતિક અનુભવનો હિસ્સો બનાવવાના લક્ષ્ય સાથે હોય છે.’ આ એક્સ્લુઝિવ ટિન માટે ટિલ્ડા સાથેના સહયોગે તેના કાર્યની વ્યાખ્યા કરતી પરિવારની ઉજવણી અને સાંસ્કૃતિક સંબંધને વિસ્તાર્યો છે. આ ઓક્ટોબરમાં પ્રવેશ સાથે મર્યાદિત એડિશનના ટિન સમગ્ર યુકેમાં પસંદગીના રીટેઈલ સ્ટોર્સ મારફતે પ્રાપ્ત થશે.

ટિલ્ડાના માર્કેટિંગ વડા અન્ના બેહેષ્ટિએ મર્યાદિત એડિશનના ટિન લોન્ચિંગ મુદ્દે જણાવ્યું હતું કે,‘ નતાશા કુમાર સાથેનો આ સહયોગ પરંપરા અને ખોરાકનું સંપૂર્ણ સંમિશ્રણ છે. અમે માનીએ છીએ કે,‘કળા, સંગીત અને સંસ્કૃતિ આપણે યુકેમાં 50 કરતાં વધુ વર્ષથી ઉજવી રહ્યા છીએ તે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓના ચાવીરૂપ લંગર છે જે રીતે સંખ્યાબંધ ડાઈનિંગ ટેબલ્સ પર ચોખા હાર્દરૂપ હોય છે. આ ઉપરાંત, તે ટિલ્ડા માટે સોડમ અને કળાના એકીકરણની રચનાની રોમાંચક યાત્રાનું પ્રથમ પગથિયું છે. વધુ માટે આ સ્થળે જોતાં રહેજો’

ટિલ્ડા ચોખાની કેટેગરીમાં 50કરતા વધુ વર્ષનો અનુભવ ધરાવતી બહુસાંસ્કૃતિક બ્રિટિશ બ્રાન્ડ છે. યુકેમાં ચારમાંથી એક કરતાં વધુ પરિવાર વર્ષમાં ઓછામાં ઓછું એક Tilda® ઉત્પાદન ખરીદે છે અને 85 ટકાથી વધુ વપરાશકારો એ બાબતે સહમત થાય છે કે આ બ્રાન્ડ સર્વોચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો ઓફર કરે છે. યુકેમાં પ્રથમ ક્રમાંકની ડ્રાય રાઈસ બ્રાન્ડ તરીકે ટિલ્ડા સર્વોચ્ચ ગુણવત્તાના રાઈસ તેમજ આરોગ્યપ્રદ હોવાની સાથોસાથ સુસ્વાદિષ્ટ દાણાદાર વાનગી ઓફર કરવામાં ધ્યાન કેન્દ્રિત રાખે છે. કંપની પોતાના લેબલની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી નથી. ટિલ્ડા શુદ્ધ બાસમતીથી માંડી જાસ્મિન તેમજ અન્ય વિવિધ ડ્રાય રાઈસ વેરાઈટીઝ ટિલ્ડા સ્ટીમ્ડ રાઈસ, ટિલ્ડા કિડ્સ સહિતની પ્રોડક્ટ્સની વ્યાપક પસંદગી અને સાઈઝની ઓફર કરે છે. સ્ટોર્સમાં ટિલ્ડા રેઈન્જ મલ્ટિપલ કેટેગરીઝમાં રાઈસની અભરાઈઓ, શિશુ ફૂડની અભરાઈઓ તથા વૈશ્વિક ફૂડની અભરાઈઓ સહિત પ્રાપ્ય છે. ટિલ્ડા ક્લાઈમેટ કટોકટીનો સામનો કરવા પ્રામાણિકતા, પારદર્શિતા અને સ્પર્ધાત્મકતા અગાઉની ભાવના સાથે પ્રતિબદ્ધ છે. ટિલ્ડા ઈમ્પેક્ટ રિપોર્ટ 2022માં દર્શાવાયું છે તેમ ટિલ્ડાની પ્રતિબદ્ધતાઓ કોમ્યુનિટીઓ માટે સપોર્ટ સાથે પ્રાપ્તિ, મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગના મુખ્ય ક્ષેત્રોમાં પાયારૂપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter