ટેક્સાસ: ટેક્સાસ સેનેટે હોળીના તહેવારને માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો છે. જેમાં, રંગોના તહેવારને સાંસ્કૃતિક ઉજવણી તરીકે સત્તાવાર માન્યતા અપાઇ છે. આમ જ્યોર્જિયા અને ન્યૂ યોર્ક બાદ ટેક્સાસ હોળીને ઔપચારિક રીતે માન્યતા આપનાર ત્રીજું રાજ્ય બન્યું છે. ઠરાવને સેનેટર સારાહ એકહાર્ટે રજૂ કર્યો હતો. 14 માર્ચે હોળીની ઉજવણી પહેલા તેને પસાર કરાયો હતો. હોળી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને પ્રકાશિત કરે છે. સેનેટે ભારતીય સમુદાય સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ટેક્સાસની સાંસ્કૃતિક વિવિધતાને સમૃદ્ધ બનાવવા હોળીની ઉજવણી પર ભાર મૂક્યો હતો. હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલ જનરલે કહ્યું કે આ ટેક્સાસ માટે ઐતિહાસિક ક્ષણ છે.