ટોટલી હલાલ દ્વારા નવી હલાલ ફૂડ્ ડિલિવરી એપ લોન્ચ

મહિલાઓને એન્ટ્રેપ્રીન્યોર તરીકે સશક્ત બનાવવાની પહેલ

Wednesday 23rd October 2024 04:57 EDT
 
 

લંડનઃ સમાજમાં આવકની અસમાનતા લાંબા સમયથી પડકાર રહેલ છે પરંતુ, લંડનમાં પુરુષોની સરખામણીએ વધુ સ્ત્રીઓ ગરીબીમાં જીવે છે. સુંદરતા અને સંસ્કૃતિ વિશે પ્રતિષ્ઠા ધરાવવા છતાં, લંડન આવકમાં તીવ્ર અસમાનતાનો સામનો કરી રહેલ છે. વર્ષ 2022માં ઘણા લોકો નાણાકીય બોજનો સામનો કરતા હોય તેવી સ્થિતિમાં 2.9 મિલિયન સિંગલ પરિવારનું વડપણ સ્ત્રીઓ (84 ટકા) હસ્તક હતું.

આ અસમાનતાઓનું નિરાકરણ લાવવા તેમજ કોમ્યુનિટી અને ચેરિટી પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને ચાલુ રાખવા ટોટલી હલાલ અને શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન તેમની ‘સ્થાનિક કોમ્યુનિટીઓમાં સ્ત્રીઓને એન્ટ્રેપ્રીન્યોર તરીકે સશક્ત બનાવવા’ની નવી પહેલ લોન્ચ કરશે. સ્ત્રીઓ ઘરની શેફ તરીકેની યાત્રા આગળ વધારી શકે તે માટે તેમને સશક્ત બનાવવાનો હેતુ છે.આ પ્રોજેક્ટ મારફત પસંદ કરાયેલી મહિલાઓને ટોટલી હલાલ દ્વારા માર્કેટિંગ સપોર્ટ, હાઈજિન સર્ટિફિકેશન અને તેમની સ્વાદિષ્ટ પારિવારિક વાનગીઓના વેચાણમાં મદદ કરવાના પ્લેટફોર્મ સાથે બિઝનેસના નિર્માણમાં મદદ કરવા ગ્રાન્ટ મળશે.

ટોટલી હલાલના સીઈઓ અને સ્થાપક જાવેદ હુસૈને જણાવ્યું હતું કે,‘આ અર્થસભર પ્રોજેક્ટમાં પ્રતિષ્ઠિત શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન સાથે ભાગીદાર બનવાનો અમને આનંદ છે. અમે સાથે મળીને કચડાયેલા વર્ગની સ્ત્રીઓને સશક્ત બનાવવાનું ધ્યેય રાખીએ છીએ. આ પ્રોજેક્ટને ભંડોળ પુરું પાડવા અને તેમને ઘરેલુ શેફ બનવા અને તેમનો પોતાનો બિઝનેસ ચલાવવા આવશ્યક સંસાધનો પૂરાં પાડીશું. સ્ત્રીઓને સશક્ત બનાવીને અમે તેમનાં પરિવારને સશક્ત બનાવીશું અને આમ કરવા સાથે અમે સમગ્ર કોમ્યુનિટીને ઊંચે લાવીશું.’

ઉત્સાહ અને રોમાંચને વધારવા જાણીતા એક્ટર અને મોડેલ ઈમરાન અબ્બાસ ટોટલી હલાલ એપને સત્તાવાર લોન્ચ કરશે. એપને ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કરવાથી પ્રશંસકોને ઈમરાન અબ્બાસ સાથે હળવામળવાના પાંચ રોમાંચક અનુભવોમાંથી એકના વિજેતા બનવાની તક સાંપડશે. ટોટલી હલાલ ફેસ્ટિવલમાં જોડાઈ લોન્ચની ઊજવણી કરવા વેપારીઓ અને ગ્રાહકોને આમંત્રિત કરવા 500 મફત ટિકિટ્સ પણ પૂરી પાડશે.

ટોટલી હલાલે ગ્રાહકોને એક્સક્સુઝિવ ઓફર આપવા જાણીતા રેસ્ટોરાં સ્મેક્સ હેમ્બર્ગર્સ, અને સ્ટીકઆઉટ સાથે ભાગીદારી કરી છે જેના ભાગરૂપે ટોટલી હલાલ એપ ડાઉનલોડ કરનાર કોઈ પણ વ્યક્તિને મફત ચીઝબર્ગર અને ચીઝબોલની સ્પેશિયલ ટ્રીટ અપાશે. આ ઓફર ભાગ લેનારા સ્થળોએ પીક-અપ માટે પ્રાપ્ય રહેશે.

ટોટલી હલાલ ઈનોવેટિવ ફૂડ્ ડિલિવરી એપ છે જે ગ્રાહકોને સારી ક્વોલિટીની વાનગીઓ પૂરી પાડતા રેસ્ટોરાંથી માંડી સુપરમાર્કેટ્સ, બેકરીઝ, આઈસ ક્રીમ પાર્લર્સ સુધી એક બટન ક્લિક કરવાથી મેળવી શકાશે. લંડનસ્થિત ટોટલી હલાલ મૂલ્યવાન ગ્રાહકોને્ ફૂડ ડિલિવરી ઉપરાંત, શુદ્ધતા, સંતોષ અને સભ્યતા પણ પૂરાં પાડે છે. વેસ્ટ લંડનથી આ ઈનિશિયેટિવની શરૂઆત કરાશે અને પ્રથમ પિક-અપ પોઈન્ટ હેઝ રહેશે. આ પછી, સમગ્ર વિસ્તારમાં ડિલિવરી સર્વિસીસ ઓફર કરવા વિસ્તરણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter