લંડનઃ શેફિલ્ડ યુનિવર્સિટીના ડેન્ટિસ્ટ્રીના ૨૪ વર્ષીય વિદ્યાર્થી મોહમ્મદ અવાનની યુકેમાં આતંકી હુમલાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેનો ભાઈ સુસાઈડ બોમ્બર હતો તેમ મનાય છે.
હડર્સફિલ્ડમાં રહેતા અવાને ૨૯ મે ૨૦૧૭ના રોજ ૫૦૦ બોલબેરિંગની ખરીદી ઓનલાઈન કરતા પોલીસે ૧ જૂન ૨૦૧૭ના રોજ તેના મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે શેફિલ્ડ ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે તેના ઘરેથી સ્લીપર સેલના સભ્ય બનવાની વિગતો સહિત આતંકવાદને લગતું સાહિત્ય મોટાપ્રમાણમાં મળી આવ્યું હતું. પોલીસને ૧૧ મોબાઈલ, ૧૬ મેમરી સ્ટીક અને ૬૦ સીમ કાર્ડ મળ્યા હતા.
અવાને આતંકવાદી પ્રવૃત્તિ સંબંધિત ચાર આરોપોને નકારતા જણાવ્યું હતું કે મેમરી સ્ટીક તેના મૃતક ભાઈની હતી અને તેની યાદગીરી તરીકે તે રાખી હતી.