લંડનઃ દૂબઈના ‘વન પર્સેન્ટ મેન’ રિઝવાન સાજને 27 સપ્ટેમ્બરે લંડનના હેરોમાં ડાન્યુબ પ્રોપર્ટીઝની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સીમાચિહ્ન ઈવેન્ટ પહેલા 26 સપ્ટેમ્બરે ડાન્યુબ દ્વારા લંડનમાં તેનો સૌપ્રથ બ્રોકર મેળાવડો યોજાયો હતો જેમાં 300થી વધુ બ્રોકર્સ ઉપસ્થિત રહ્યા હતા. ડાન્યુબ ગ્રૂપની ચાવીરૂપ સબસિડિયરી ડાન્યુબ પ્રોપર્ટીઝ યુએઈના રીઅલ એસ્ટેટ માર્કેટમાં અગ્રણી ખેલાડી છે.
કંપનીના પ્રવર્તમાન વૈશ્વિક વિસ્તરણ થકી યુકેના ઈન્વેસ્ટર્સને દુબઈના વિકસતા રીઅલ માર્કેટ સાથે સાંકળવા ઈચ્છે છે. ઉદ્ઘાટનમાં ઉપસ્થિત લોકો સમક્ષ હાઈ ક્વોલિટી ફિનિશ અને અને વિશ્વસ્તરીય 40વૈભવી સુવિધાઓ સાથે ફ્લેટ પ્રદર્શિત કરાયો હતો. આ ઈવેન્ટમાં ડાન્યુબ પ્રોપર્ટીઝનો વિશિષ્ટ વન પર્સેન્ટ પેમેન્ટ પ્લાન સહુ માટે આકર્ષણરૂપ બની રહ્યો હતો. આ યોજનામાં ખરીદારે 80 મહિનાના ગાળામાં માસિક માત્ર 1 ટકાની ચૂકવણી કરવાની રહે છે. પ્રીમિયમ હોમ્સ ઈચ્છતા મધ્યમ આવકના ખરીદારો માટે વૈભવી જીવનની આ યોજનાએ ધ્યાન ખેંચ્યું છે. આના પરિણામે, ડાન્યુબ પ્રોપર્ટીઝ રીઅલ એસ્ટેટ માર્કેટમાં અલગ સ્થાન ઉભું કરી શકેલ છે.
ડાન્યુબ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન રિઝવાન સાજન લંડન ઓફિસના લોન્ચિંગમાં અગ્રેસર રહ્યા હતા. આ નવા સાહસથી કંપનીની વૈશ્વિક પહોંચ વધી જશે. વિશ્વમાં 75 ઓફિસ સાથે ડાન્યુબ પ્રોપર્ટીઝે આંતરરાષ્ટ્રીય રીઅલ એસ્ટેટ માર્કેટમાં ચાવીરૂપ ખેલાડી તરીકે સ્થાન મજબૂત બનાવ્યું છે. નવી લંડન ઓફિસ યુકે ઓપરેશન્સનું કેન્દ્ર બની રહેશે તેમજ યુકેના ઈન્વેસ્ટર્સ માટે દુબઈના આકર્ષક રીઅલ એસ્ટેટ માર્કેટનું દ્વાર ખોલી નાખશે.
ચેરમેન રિઝવાન સાજને આ સફળ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘લંડન ઓફિસનું ઉદ્ઘાટન યુકેમાં દુબઈની વૈભવી પ્રોપર્ટીઝની વધતી જતી માગનો પુરાવો છે. આ નવું સાહસ અમને યુકેના ઈન્વેસ્ટર્સ સમક્ષ વન પર્સેન્ટ પેમેન્ટ પ્લાન સહિત અનોખી ઓફર્સ રજૂ કરવાની તક આપે છે. અમારી લંડન ઓફિસ તો માત્ર એક શરૂઆત છે, અમે યુકે માર્કેટમાં અમારું સ્થાન મજબૂત બનાવવા ઉત્સુક છીએ.’