ડો. ચેસ્મલ સિરિવર્ધેનાનું અકસ્માતમાં મૃત્યુ

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ છેલ્લાં આઠ કરતાં વધુ વર્ષથી લંડનમાં રહેતા અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપીકલ મેડિસીનના સંશોધક અને ગ્લોબલ મેન્ટલ હેલ્થના ૩૮ વર્ષીય ટ્યૂટર ડો. ચેસ્મલ સિરિવર્ધેના મિત્રોને મળીને રાત્રે બે વાગે ગ્રીનવીચના તેમના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે N98 રૂટની બસે ટક્કર મારતાં તેમનું મૃત્યુ થયું હતું.

સિરિવર્ધેના જાહેર સ્વાસ્થ્યના હાલના મુખ્ય પડકારોના ક્ષેત્રે કાર્યમાં આગળ હતા. એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થના લેક્ચરર બન્યા તે અગાઉ તેમણે ૨૦૧૫માં સાઈકીઆટ્રીક એપીડેમીઓલોજીમાં PhD કર્યું હતું. તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે રહેતા હતા. મિત્ર સારાહ હોર્મોઝીએ જણાવ્યું હતું કે અદભૂત કૌશલ્ય અને જ્ઞાન ધરાવવાની સાથે તેઓ ખૂબ મહેનતુ હતા.

સિરિવર્ધેનાને જે સ્થળે અકસ્માત થયો તે ઓક્સફર્ડ સ્ટ્રીટ અને સામેની હોલેસ સ્ટ્રીટના જંક્શન પર લોકોની સલામતી વિશે પ્રશ્રો ઉભા થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter