લંડનઃ ગાયનવાદન સમૂહના આર્ટિસ્ટિક ડાયરેક્ટર ડો. રાકેશ જોશી ઈંગ્લેન્ડના ભારતીય વયસ્ક કોઈર ભારતીય વૃંદ ગાન તેમજ ભારતીય યુવા કોઈર ‘શિવા’ના સર્જક અને કંડક્ટર પણ છે. તેમણે જુલાઈ 2024માં યુનિવર્સિટી ઓફ સાલ્ફોર્ડમાંથી અર્ધશાસ્ત્રીય ગાયકી અને થીમેટિક કમ્પોઝિશનમાં સ્પેશિયલાઈઝેશન સાથે મ્યુઝિકમાં Ph.D. ડીગ્રી હાંસલ કરી છે.
ડો. જોશીની રાહબરી હેઠળ ભારતીય કોઈર-ગાયકવૃંદો અને સમૂહોએ હાલે, NYCGB, RNCM, BBC સ્ટ્રીંગ પ્લેયર્સ સાથે જુગલબંદી કરેલી છે તેમજ વિવિધ નૃત્ય પ્રોજેક્ટ્સ પણ કર્યા છે.
ડો. જોશી અને તેમનું વૃંદ શુક્રવાર 18 એપ્રિલ 2024ના દિવસે લંડનના રોયલ આલ્બર્ટ હોલના એલ્ગર રૂમમાં પરફોર્મન્સ આપશે. તેઓ શાસ્ત્રીય રાગ આધારિત, સમકાલીન, પારંપરિક શૈલીમાં ઉત્તર ભારતીય કંઠ્ય અને વાદ્યોમાં ફેરફાર સાથે લોકસંગીત રચનાઓના સંગ્રહને રજૂ કરશે.