દેવ દીપાવલિ અને ગુરુ નાનકદેવજીની જન્મજયંતીએ હાર્દિક શુભેચ્છા

મારે પણ કંઈક કહેવું છે

સુરેશ અને ભાવના પટેલ Wednesday 20th November 2024 02:23 EST
 

દિવાળીની નિયમિત ઊજવણીના 15 દિવસ પછી હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના કાર્તિક માસની પૂર્ણિમાએ દેવોની દિવાળી એટલે કે દેવ દીપાવલિનો તહેવાર આવે છે. રાક્ષસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયને દેવો દિવાળી તરીકે ઉજવે છે. આ આધ્યાત્મિક મહત્ત્વ અને દૈવી વિજયનો દિવસ છે. હિન્દુ પુરાણો અનુસાર ભગવાન શિવના વિજયનો ઉત્સવ મનાવવા દેવી-દેવતાઓ આ દિવસે દેવલોકથી ઉતરી પૃથ્વી પર પવિત્ર વારાણસી નગરીમાં એકત્ર થયા હતા.

પ્રથમ શીખ ગુરુ નાનક દેવજીના જન્મદિન ગુરુ નાનક જયંતીની ઊજવણી 15 નવેમ્બર 2024ના દિવસે કરવામાં આવી હતી. ગુરુ નાનકની આ 555મી જન્મજયંતી હતી. આ પવિત્ર દિવસે અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સહુ કર્મચારીગણ અને વહાલા વાચકોને આગામી જીવનકાળ તંદુરસ્ત, આનંદી અને શાંતિપૂર્ણ નીવડે તેવી અંતરપૂર્વકની પ્રાર્થના કરી હતી.

ઓન્ટારિયોની લેજિસ્લેટિવ એસેમ્બલીના પાર્લામેન્ટ સેશન 2ના બિલ 56 મારફત હિન્દુ હેરિટેજ મન્થ એક્ટ 2016 પસાર કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બરે કેનેડાના પ્રથમ હિન્દુ હેરિટેજ મન્થનો આરંભ થાય છે. હિન્દુ વિરાસતના કેનેડિયન્સ દેશને મજબૂત અને સમૃદ્ધ બનાવવા સતત અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે તેની કદર અને ઊજવણી કરવાની આ પળ છે. કેનેડા હિન્દુ વિરાસતના આશરે 830,000 કેનેડિયન્સનું ગૌરવશાળી વતન છે અને હિન્દુ કોમ્યુનિટીની રચનાત્મક અસર સમાજના તમામ પાસા અને ક્ષેત્રોમાં નિહાળી શકાય છે. રાજકારણથી માંડી કળા, બિઝનેસથી મેડિસીન સહિત તમામ ક્ષેત્રોમાં હિન્દુ વિરાસતના કેનેડિયન્સ કેનેડાના સાતત્યપૂર્ણ વિકાસ અને વૃદ્ધિમાં મોખરે રહેલા છે.

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter