નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ

Tuesday 22nd September 2015 13:42 EDT
 
 
જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

આપની સંસ્થા, મંડળ કે સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેની જાહેરાત આપણા સુપ્રસિધ્ધ અખબાર 'ગુજરાત સમાચાર'માં મૂકવાનો અનેરો લાભ લેવા વિનંતી. આપ જો નવરાત્રીને લગતા વેપાર કે વ્યવસાય સાથે સંકળાયેલા હો તો તેની જાહેર ખબર મૂકવાનો આ સોનેરી અવસર છે.

આ પૂર્તિમાં રજૂ થનાર માહિતી આપ સૌને આ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં ખૂબજ મદદરૂપ થશે એવી આશા રાખીએ છીએ.

જાહેર ખબર માટે સંપર્ક: 020 7749 4085.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter