નાની બાળાની હત્યાના કેસમાં માતા અને પૂર્વ પ્રેમીને ૨૯ વર્ષની સજા

Wednesday 11th August 2021 05:31 EDT
 
 

બર્મિંગહામઃ ત્રણ વર્ષની બાળા કાયલી-જાયડે પ્રિસ્ટની હત્યાના અપરાધમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેની પાર્ટીલવિંગ માતા નિકોલા પ્રિસ્ટ અને તેના પૂર્વ પ્રેમી કેલુમ રેડફર્નને શુક્રવાર, ૬ ઓગસ્ટે સંયુક્તપણે ૨૯ વર્ષની જેલની સજા ફરમાવી હતી. રેડફર્નનેને ૧૪ અને નિકોલાને ૧૫ વર્ષની સજા કરાઈ હતી. આ ઉપરાંત, બાળક પ્રત્યે ક્રુરતા આચરવા બદલ પણ ત્રણ વર્ષની સજા કરાઈ હતી જે આ સજાની સાથે જ ભોગવવાની રહેશે. નિકોલાના ચહેરા પર દીકરીના મોતનો જરા પણ અફસોસ જણાતો ન હતો.

નિકોલા અને પૂર્વ બોયફ્રેન્ડ રેડફર્ને સોલીહલના કિંગહર્સટમાં સ્ટોનબ્રિજ ક્રેસન્ટના ફ્લેટમાં ગત વર્ષની ૯ ઓગસ્ટની સવારે મૃત હાલતમાં મળેલી ત્રણ વર્ષની કાયલી-જાયડે પ્રિસ્ટની હત્યા કર્યાનું નકાર્યું હતું. જસ્ટિસ ફોક્સટોન QCએ જણાવ્યું હતું કે નિકોલાએ આક્રમક હુમલાથી છાતીના હાડકાને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું તેઓ માને છે.કાયલીના પેટમાં પણ ઈજા ઉપરાંત, તેની પાંસળીઓ તૂટી ગઈ હતી અને બે પગમાં ફ્રેક્ચર પણ થયા હતા. મોત પહેલાના સપ્તાહોમાં પણ તેને ઘણો માર મારવામાં આવતો હતો. જજે કહ્યું હતું કે કાયલીની જિંદગી બચાવવા માતાએ તબીબી સહાય મેળવવા કોઈ પ્રયાસ કર્યો ન હતો. બંને આરોપી ઈન્ટરવ્યૂમાં સતત જૂઠું બોલતા રહ્યા હતા. જજે કાયલી પર હુમલા બદલ બંને આરોપીને સરખા ગુનેગાર ગણાવ્યા હતા. રેડફર્ન માટે નિકોલા નાણા મેળવવાનું અને સેક્સનું સાધન હતી.

જજે નિકોલાને કહ્યું હતું કે ‘લોકડાઉનથી જીવન વધુ પડકારજનક બન્યું હતું અને તમે રેડફર્નથી દોરવાઈ ગયાં હોવાનું હું માનું છું. કાયલી નાની બાળા હતી અને તમે વિશ્વાસની પોઝિશનમાં હતાં પરંતુ, તમે મદદ મેળવવા કશું જ કર્યું નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter