પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક વિકાસ, સામુદાયિક સેવા, પરિવર્તનકારી અસરના 20 વર્ષની ઊજવણી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા કરવામાં આવી હતી. ચાર દિવસની ઊજવણી હેરો લેઈઝર સેન્ટર ખાતે યોજાઈ હતી. બ્રિટિશ ધરતી પર સૌપ્રથમ વખત અભૂતપૂર્વ આત્મર્પિત દીક્ષા (સંન્યાસ) વિધિ યોજાઈ હતી. આ સમારંભ નોર્થ-વેસ્ટ લંડનના 34 વર્ષીય અમી વિરાણી દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ દુન્યવી જીવનનો પરિત્યાગ કરી આધ્યાત્મિકતાના ગહન માર્ગે આગળ વધવાના નિશ્ચયનો સાક્ષી બની રહ્યો હતો. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.