પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ પ્રસંગે તા. ૧૪-૯-૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે મા ચેરીટી ટ્રસ્ટ દ્વારા સર્વધર્મીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીજી દીદીમા પૂ. સાધ્વી ઋતંભરાજીના વિવિધ કાર્યને ખૂબજ આદરપૂર્વક સહયોગ આપે છે અને તાજેતરમાં જ મોદીજીએ ગુજરાતના ડાકોર ખાતે આવેલા વાત્સ્લય ગ્રામ પ્રોજેક્ટનું શીલારોપણ કર્યું હતું.
પૂ. દીદીમા પ્રેરિત વાત્સલ્ય ગ્રામ અને મા ભગવતી મંદિરના લાભાર્થે મા ચેરીટી ટ્રસ્ટ યુકે દ્વારા પરમ શક્તિ પીઠ યુકેના સહકારથી પરમ શક્તિ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૯થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ધ નાગરેચા હોલ, ૧૯૮ – ૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઅો મહાભારત, ભગવાન કૃષ્ણ, રામાયણ અને શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપશે. દરરોજ આરતી અને પ્રસાદનો લાભ મળશે.
વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૨૩ અને સંપર્ક: 020 8203 3734.