લંડનઃ સ્મેથવિકમાં ચર્ચ હીલ સ્ટ્રીટમાં ચાલતા જઈ રહેલા ૬૬ વર્ષીય મહિલાના સોનાના એરિંગ ખેંચી જનારા બીયરવુડમાં બીયરવુડ રોડ પર રહેતા ૪૦ વર્ષીય ઈન્દ્રજીત સિંઘ ધાલીવાલને વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે બે વર્ષ અને દસ મહિનાની જેલની સજા કરી હતી. ગત ૨૬ મેએ બપોરે બે વાગે બનેલી આ ઘટનામાં કોર્ટે તેને લૂંટ અને હુમલાના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. ધાલીવાલે બસમાંથી ઉતરેલી મહિલાનો પીછો કરીને એરિંગ ખેંચ્યા હતા જેમાં મહિલાને ઈજા પણ પહોંચી હતી. ગયા જુલાઈમાં સીસીટીવી અપીલમાં તેની ઓળખ પછી ધરપકડ કરાઈ હતી.