આજથી 37 વર્ષ પહેલાં રાજ પટેલ અને શૈલેષ પટેલે પ્રાઇડવ્યુ પ્રોપર્ટીની સ્થાપના કરી હતી. આજે તેમના પુત્રો પ્રાઇડવ્યુ ગ્રૂપનું સંચાલન કરે છે. તાજેતરમાં પ્રાઇડવ્યુ ગ્રૂપની આધુનિકતમ ટેક્નોલોજીથી સજ્જ સ્ટેનમોર સ્થિત નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સમુદાયના બ્લુચીપ ઇન્વેસ્ટર્સ, બેન્ક મેનેજર્સ, ઇન્સ્યુરન્સ અને મોર્ગેજ બ્રોકર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.