લંડનઃ ગુરુકુળ પરિવાર – શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના વડા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ 27 જૂબન 2024ના દિવસે રાયનેર્સ લેનની વિશેષ મુલાકાત લીધી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકેના કન્વીનર અને OFBJP UK -ગુજરાતના કન્વીનર દીપક પટેલના નિવાસસ્થાને સામાજિક મિલન સમારોહ યોજાયો હતો. પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ સમાજને શિક્ષિત કરવાનો સૌથી સફળ માર્ગ હતો. પ્રાચીન ગુરુકુળ શિક્ષણ આર્થિક ઉપાર્જનની સાથોસાથ નૈતિકતા અને કર્તવ્યો વિશેનું પણ શિક્ષણ હતું. વેદ શબ્દનો અર્થ જ જ્ઞાન થાય છે.
સી.બી. પટેલ સામાજિક મિલનની સાંજના વિશિષ્ટ મહેમાન હતા. તેમણે કહ્યું હતું કે ભારતની બહાર પણ ગુરુકુળ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ગુરુકુળ શિક્ષણનો સિદ્ધાંત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતો.