અયોધ્યાઃ ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાના વિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અયોધ્યામાં 11થી 13 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા દ્વાદશીનું આયોજન હાથ ધરાયું છે. 11 જાન્યુઆરીને પહેલા દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 11 વાગ્યે ગર્ભગૃહમાં શ્રીરામલલાનો અભિષેક કરશે. તે દિવસે શહેરના જાણીતા કલાકારો દ્વારા ગવાયેલું ભજન પણ રિલિઝ કરવામાં આવશે. આ સાથે શહેરના મુખ્ય રસ્તા જેવા કે લતા ચોક, જન્મભૂમિ પથ, શ્રૃંગાર હાટ, રામની પૌડી પર કીર્તનનું આયોજન કરાયું છે.