પ્રેમ મેળવવા ઈચ્છતી ટીનેજર્સને ગેંગે વાસનાનો શિકાર બનાવી

Tuesday 20th November 2018 05:52 EST
 

લંડનઃ રોધરહામમાં ૧૬ વર્ષથી નીચેની વયની પાંચ છોકરીઓનૂં ગ્રૂમીંગ અને જાતીય શોષણ કરવા બદલ શેફિલ્ડ કોર્ટે તેમને જેલની સજા ફરમાવી હતી. એક પીડિતાએ પોતે ૧૬ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેને કેવી રીતે ૧૦૦ એશિયનો સાથે સેક્સ કરવાની ફરજ પડાઈ હતી તેનું અને બીજી પીડિતાએ જંગલમાં તેને કેવી રીતે ગેંગરેપનો શિકાર બનાવાઈ હતી તે કોર્ટને જણાવ્યું હતું.

આ લોકોએ ૧૯૯૮થી ૨૦૦૫ વચ્ચે ૧૩ વર્ષ સુધીની છોકરીઓ પર હિંસક રીતે જાતીય અત્યાચાર કર્યો હતો. ટીનેજરોને એવું હોય કે કોઈ તેને પ્રેમ કરે એટલે તેને ફોસલાવવાનું આ લોકો માટે સહેલું હતું. તેઓ તેમને ડ્રગ અને આલ્કોહોલ આપીને પાર્કમાં અથવા વપરાશ વિનાના મકાનોમાં લઈ જઈને જાતીય શોષણ કરતા હતા.

આ ગેંગના રીંગલીડર મોહમ્મદ ઈમરાન અલી અખ્તર (૩૭)ને બળાત્કાર, ત્રણ અશોભનીય જાતીય હુમલા અને ગેરકાયદે સેક્સ તથા જાતીય હુમલા માટે છોકરી લાવવા બદલ ૨૩ વર્ષની જેલ કરાઈ હતી. બે બળાત્કાર અને જાતીય હુમલા માટે નબીલ કુરશીદ (૩૫)ને ૧૯ વર્ષ, ઈકલાક યુસુફ (૩૪)ને ૨૦ વર્ષ, તનવીર અલી (૩૭)ને ૧૪ વર્ષ. સલાહ એહમદ અલ હકમ (૩૯)ને ૧૫ વર્ષ અને આસિફ અલી (૩૩)ને ૧૦ વર્ષની જેલ ફરમાવવામાં આવી હતી. આ તમામ રોધરહામ અને શેફિલ્ડના રહેવાસી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter