લંડનઃ બાળકોને સેક્સ્યુઅલ પ્રવૃત્તિ આચરવામાં ઉશ્કેરવાનો પ્રયાસ કરનારા સુરેશ વરસાણીને હેરો ક્રાઉન કોર્ટે ૨૭ નવેમ્બરે ત્રણ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફરમાવી હતી. વરસાણીએ ગુનો કબૂલ કરતા કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે ૨૧ ઓગસ્ટ અને ૯ સપ્ટેમ્બરના ગાળામાં ૧૩ વર્ષથી નીચેના બાળકને જાતીય પ્રવૃત્તિમાં આચરવાનો, અન્ય સાથે સેક્સ્યુઅલ કોમ્યુનિકેશન કરવા તેમજ ત્રીજા બાળકને જાતીય પ્રવૃત્તિ નિહાળે તેવો પ્રયાસ કર્યો હતો.
જેલની સજા ઉપરાંત, વરસાણીને ૧૦ વર્ષના સેક્સ્યુઅલ હાર્મ પ્રીવેન્શન ઓર્ડર જારી કરાયો હતો અને તેને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં રખાશે.
બ્રેન્ટમાં બે વ્યક્તિઓ દ્વારા પોલીસ અધિકારીઓને માહિતી અપાયાના પગલે નવ સપ્ટેમ્બરે વરસાણીની ધરપકડ કરાઈ હતી. આ બે વ્યક્તિઓ ૧૨ વર્ષીય મોલી બેનર અને તેનાથી થોડી વધુ વયની એમ્બર જોન્સના સ્વાંગમાં ઓનલાઈન રહેતી હતી. વરસાણીએ આ ‘મોલી’ અને ‘એમ્બર’ બંનેને અશ્લીલ તસવીરો અને ટેક્સ્ટ સંદેશા મોકલ્યા હતા.