બેન્ક અોફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર અને પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના પનોતા શિષ્ય શ્રી ગિરીશકુમાર દેસાઇનું ૭૪ વર્ષની વયે શનિવાર તા. ૯મી ડીસેમ્બર ૨૦૧૭ના રોજ સુરત ખાતે નિધન થયું હતું. સદ્ગતની અંતિમક્રિયા સુરતના ઉમરા સ્થિત રામનાથ ઘેલા સ્મશાન ગૃહ ખાતે તેમની સુપુત્રી રેશ્માના શુભહસ્તે કરવામાં આવી હતી અને તેમના આત્માની શાંતિ અર્થે દયાળજી આશ્રમ સુરત ખાતે તા. ૧૧ના રોજ એક પ્રાર્થના સભા અને બેસણાનું આયોજન કરાયું હતું. સદ્ગતનો જન્મ મૂળ દક્ષિણ ગુજરાતના બુહારી ગામે થયો હતો અને તેઅો સુરત જીલ્લાના પૂણી ગામના વતની હતા.
સ્વ. ગિરીશકુમાર દેસાઇ પોતાના પાછળ પત્ની જયશ્રીબેન, દિકરી રેશ્મા અને જમાઇ નયનકુમાર દત્તા સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. સદ્ગત બાગબાનીના શોખીન હતા અને હંમેશા મિત્રો અને પરિવારના સભ્યોને દરેક ઋતુના છોડ આપીને ખુશ કરતા હતા. ગાર્ડીનીંગનું તેમનું જ્ઞાન ખરેખર અદ્ભૂત હતું. તેઅો પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના સંગઠન સમન્વય પરિવાર લંડન સાથે સંકળાયેલા હતા અને સ્થાનિક અગ્રણી હતા.
ગિરીશકુમારે અસાધારણ જીવનનું સુકાન સંભાળ્યું હતું અને પોતાના ખુશમિજાજ સ્વભાવ અને વર્તન દ્વારા લોકોના હૃદયને જીત્યા હતા. નિઃસ્વાર્થ, પરોપકારી અને સદાય અન્યોને કોઇને કોઇ રીતે મદદ મદદ કરવા માટે તત્પર ગિરીશકુમારે પોતાના જીવન દરમિયાન ઘણા લોકોના જીવનને બદલ્યા હતા. તેઅો ઈન્ટરનેટ ટેક્નોલૉજીના શોખીન હતા અને મિત્ર વર્તુળમાં હંમેશા સારા, માહિતીપ્રદ અને વિચારશીલ ઇમેઇલ્સ અને વોટ્સએપ સંદેશાઓ મોકલતા હતા.
પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તેવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના.
સંપર્ક: 0091 99252 40915.