ભારત દ્વારા ડાયસ્પોરા બાળકો માટે અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ પ્રોગ્રામ

Tuesday 12th December 2023 10:32 EST
 

નવી દિલ્હી, લંડનઃ ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ પણ વિદેશમાં વસતા ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs)/ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCIs) અને બિનનિવાસી ભારતીયો (NRIs)ના બાળકો, જેઓ ભારતીય યુનિવર્સિટીઓ/શૈક્ષણિક સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ (મેડિકલ કોર્સ સિવાય) કોર્સીસનો અભ્યાસ કરી રહ્યા છે, માટે એકેડેમિક વર્ષ 2023-2024 માટે સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર ડાયસ્પોરા ચિલ્ડ્રન (SPDC)ની જાહેરાત કરી છે.

ભારતીય શિક્ષણસંસ્થામાં પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જ આ સ્કીમનો લાભ મેળવા અરજી કરી શકશે જેમની વય 31 જુલાઈ, 2023ના દિવસે 17થી 21 વર્ષની વચ્ચે હોય. સ્કોલરશિપની સંખ્યા વધારીને 150 કરાઈ છે જેમાંથી 50 સ્કોલરશિપ ECR દેશોમાં ભારતીય વર્કર્સના બાળકો માટે આરક્ષિત છે અને તેમાંથી 17 સ્કોલરશિપ ECR દેશોમાં ભારતીય વર્કર્સના ભારતમાં અભ્યાસ કરનારા બાળકો માટે આરક્ષિત રહેશે. અરજદારોની પસંદગી મેરિટ-કમ-મીન્સના ધોરણે કરાશે. તમામ કેટેગરીના અરજદાર વિદ્યાર્થીએ વિદેશમાંથી ધોરણ 11 અને 12 પસાર કરેલા હોવાં જોઈએ.

સ્કોલરશિપને પાત્ર રકમ કુલ ઈન્સ્ટિટ્યુશનલ ઈકોનોમિક કોસ્ટ (IEC)ના 75 ટકા જેટલી અને વાર્ષિક મહત્તમ 4,000 યુએસ ડોલરની રહેશે જેમાં, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને અન્ય સંસ્થાકીય ચાર્જીસ (ફૂડ ચાર્જીસ સિવાય)નો સમાવેશ થાય છે.

NRIs/PIOs/OCIs કેટેગરીઝના અરજદારોના પેરન્ટ્સની કુલ માસિક આવક 5,000 યુએસ ડોલરની સમાન રકમથી વધુ ન હોવી જોઈએ જ્યારે ECR દેશોમાં ભારતીય વર્કર્સ કેટેગરીમાં અરજદારોના પેરન્ટ્સની કુલ માસિક આવક 3,000 યુએસ ડોલરની સમાન રકમથી વધુ ન હોવી જોઈએ.

રસ ધરાવતા અરજદારો નિયત ફોર્મેટમાં પૂરા ભરેલા ફોર્મ SPDC પોર્ટલ (https://spdcindia.gov.in) મારફત સ્કોલરશિપ માટે 24 ડિસેમ્બર 2023 પહેલા અરજી કરી શકે છે. વધુ વિગતો SPDC પોર્ટલ પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter