ભારતીય સમુદાયે શા માટે ઝેક ગોલ્ડસ્મિથને મત આપવો જોઈએ?

કાઉન્સિલર અમીત જોગિયા Wednesday 27th April 2016 06:53 EDT
 
 

લંડનઃ ગત વર્ષ દરમિયાન ઝેક ગોલ્ડસ્મિથના ચૂંટણીપ્રચાર અભિયાનનો હિસ્સો બની રહેવાનું ગૌરવ મળવા સાથે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને તેમનો પરિચય કરાવવાની તક સાંપડી છે. થોડાં મહિનાઓમાં જ ઝેકે ભક્તિવેદાંત મેનોરમાં જન્માષ્ટમી ઉજવી છે, હેરોમાં ગરબા ગાયા છે, કિંગ્સબરી ટેમ્પલમાં ક્રિકેટની રમત ખેલી છે, કેન્ટન ટેમ્પલમાં રથયાત્રા ઉત્સવમાં સામેલ થયા છે, સોલ સાઉન્ડ્સમાં ભજનો ગાયા છે, સમગ્ર રાજધાનીમાં સંખ્યાબંધ આરતીઓમાં ભાગ લીધો છે અને ગત વીકએન્ડમાં BAPS નીસડન ટેમ્પલનો પ્રવાસ ખેડ્યો છે.

સમગ્ર ચૂંટણી અભિયાનમાં મને સૌથી સામાન્ય એક પ્રશ્ન કરાયો છે કે,‘ભારતીયોએ શા માટે ઝેક ગોલ્ડસ્મિથને મત આપવો જોઈએ?’ હું ચોક્કસપણે કહીશ કે અન્ય કોઈ ઉમેદવાર કરતા ઝેક બહેતર છે. આ એવી ચૂંટણી છે, જ્યાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને લંડન માટે તેમના મેયરને ચૂંટવાનું કાર્ય અતિ મહત્ત્વપૂર્ણ છે. આપણી કોમ્યુનિટીએ આ મહાન નગરમાં આપેલા વિપુલ પ્રદાનને ઝાક શરૂઆતથી જ સમજી ગયા છે. આ શહેર જે છે તેવું બનાવવામાં કોમ્યુનિટી તરીકે આપણે મદદ કરીએ છીએ. આઠમાંથી એક બ્રિટિશ ભારતીય સિટી ઓફ લંડનમાં કામ કરે છે. બ્રિટિશ ભારતીય બિઝનેસીસ રાજધાનીના હજારો લંડનવાસીને કામે રાખે છે અને શહેરમાં સૌથી વધુ સંખ્યામાં ઘર ધરાવે છે.

ઝેકે પણ સ્વીકાર્યું છે કે આપણે તેમના પક્ષમાં હોઈએ તેની તેને જરૂર છે અને લંડનની વિવિધ કોમ્યુનિટીઓ અને વિશેષતઃ બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથે સંપર્ક જાળવવા તેણે કરેલા પ્રયાસોની હું કદર કરું છું. પોલસ્ટર્સ ભલે કહેતા હોય કે કોમ્યુનિટી તરીકે આપણો મત કદી કન્ઝર્વેટિવ્ઝને મળતો નથી. આમ છતાં, ઝેકે વિશ્વાસ ગુમાવ્યો નથી અને આપણી સાથે હૃદયપૂર્વકનો નાતો બાંધવા તેણે આગ્રહ રાખ્યો છે. ગત સપ્તાહે ઝેકે અંતિમવાદી જૂથો સાથે સંબંધોના મુદ્દે સાદિક ખાનને જાહેરમાં ઝાટક્યા હતા. પોતે ઈસ્લામોફોબિયાનો શિકાર હોવાનો દાવો કરવાની કોઈ તક સાદિકે છોડી નથી, પરંતુ નિંદાપાત્ર મત ધરાવતા લોકો સાથે સંબંધો અંગે સ્પષ્ટ ઉત્તરો આપવા તેમણે દરેક પ્રસંગે ઈનકાર જ કર્યો છે. લંડન વધુ બહેતરનું હકદાર છે.

આપણે સ્પષ્ટ થઈએ કે આ ચૂંટણી ધર્મ સંબંધિત નથી. આપણા આગામી મેયર હિન્દુ, શીખ, યહુદી, જૈન અથવા મુસ્લિમ હોવાથી કોઈ જ ફેર પડશે નહિ. જોકે, આગામી મેયરની વિવેકબુદ્ધિ વિશે હું અવશ્ય કાળજી અને ચિંતા કરીશ. ખાને પોતાની કારકીર્દિ દરમિયાન વિવેકબુદ્ધિનું ચિંતાજનક પ્રદર્શન કર્યું છે અને દરેકે આ બાબતે જાગ્રત રહેવું જોઈએ તેમ હું માનું છું.

ગત થોડાં મહિનામાં ઝેકના પ્રચાર અભિયાનથી લેબર પાર્ટીની ઊંઘ ચિંતાથી હરામ થઈ છે. લેબર પાર્ટીએ ઘણા સમય સુધી લંડનમાં વંશીય લઘુમતી મત ખિસ્સામાં હોવાનો ભ્રમ સેવ્યો છે. લેબર પાર્ટીએ ગેરવાજબી રીતે વંશીય લઘુમતી મત પર ઈજારો કરી રાખ્યો છે અને અમારો પ્રચાર વિભાજક હોવાની નફટાઈ દર્શાવે છે.

જોકે, તેમનો ઈજારો હવે નબળો પડી રહેલો જણાય છે. ગત સામાન્ય ચૂંટણીમાં ખાસ કરીને બ્રિટિશ ભારતીયો સહિત વધુ વંશીય લઘુમતી મતદારોએ અગાઉના કોઈ સમય કરતા કન્ઝર્વેટિવ્ઝને ચૂંટ્યા છે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં ઝોક નિશ્ચિતપણે અમારી તરફેણમાં છે. દરરોજ વધુ અને વધુ બ્રિટિશ ભારતીયો ઝેકને પોતાનો મત આપવા વચન આપી રહ્યા છે.

જો સાદિક ખાન આપણા આગામી મેયર તરીકે ચૂંટાશે તો લંડન માટે આફત બની રહેશે. લંડન જેવા પ્રગતિશીલ નગર માટે સમાજવાદી નેતા હોઈ ન શકે. આપણા સહુ માટે તે પીછેહઠ ગણાશે. આપણા શહેરમાં હિત ધરાવતા બ્રિટિશ ભારતીયો માટે આ જાગવાનો સમય છે. હું પાંચમી મેએ ઝેકને સમર્થન આપવા કોમ્યુનિટીને અનુરોધ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter