મુરબ્બી શ્રી સી.બી. પટેલ તથા એબીપીએલ ગ્રુપના સૌ કાર્યકર્તાઓને મારી હાર્દિક શુભેચ્છા.
તા.૨૫ માર્ચનું ગુજરાત સમાચાર મને પોસ્ટમાં મળ્યું. મને વાંચીને ઘરે બેઠાં ઘણું જાણવાનું મળ્યું. લવાજમી ગ્રાહક બનવાથી ગુજરાત સમાચારમાં કેટલું બધું વાંચન અને વિશ્વભરના સમાચારો ઘેરબેઠાં જાણવા મળે છે એનો સંતોષ અને આનંદ વ્યક્ત કરું છું.
1) આપણા ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ થયેલ બજેટની વિગતવાર માહિતી આપતા સમાચાર વાંચ્યા. ઉપરાંત એરઇન્ડિયાની નવી ફલાઇટ હિથ્રોને બદલે હવે ગેટવીકથી શરૂ કરી એ સમાચાર જાણ્યા. ભારતીય હાઇકમિશન પર ખાલીસ્તાનીઓએ હુમલો કરીને આપણા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને એ જ પાન-૮ ઉપર આપણા સેવાભાવી લોર્ડ રેમી રેન્જરનું મંતવ્ય વાંચ્યું.
2) પાન-11 ઉપર ગુજરાત સમાચારની સુવર્ણ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનો અહેવાલ વાંચી ખૂબ જ ખુશ થયો છું. અન્ય છાપાઓની જેમ ગ્રાહક વાંચકોને માત્ર છાપું જ પોસ્ટમાં મોકલીને આપે પત્રકારત્વના વ્યવસાયને પૈસા કમાવવાનું એક માત્ર સાધન નથી બનાવ્યું પણ સુવર્ણ જયંતિના સોનેરી અવસરે અનેક કાર્યક્રમોનું આયોજન કરી વાંચકોને અનેક રીતે જોડવાનો પ્રયાસ કરો છો એ માટે તમે ખૂબ ધન્યવાદને પાત્ર છો. ઝૂમ પર વાર્તાલાપ સભાનું આયોજન અને ગીત-સંગીત કાર્યક્રમો માટે માયાબેન દીપક ખાસ પધારી રહ્યાં છે એ જાણી ખૂબ ખુશી થાય છે. પા-૧૨ ઉપર વાંચ્યું એ મુજબ નવા નવા કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.વાંચકો પ્રત્યે આટલી ઉદારતા, લાગણી બદલ ધન્યવાદ.
૩) પાન-૧૪ ઉપર જીવંત પંથ-૨ ઉપર સંસ્થા, સમાજ વિષે લખાણ વાંચ્યું. સાથે દરેક સેવાભાવીના ફોટા સાથે આપના પણ દર્શન થાય છે. પાન-૧૬ ઉપર સેવા-સન્માન, આદર-અનુભવ, આ બધું સહેલું નથી સાહેબ પણ આપની અમૂલ્ય, નિ:સ્વાર્થ સેવા, પ્રેરણા થકી જ બધું શક્ય બની શકે. પરમ કૃપાળૂ પરમાત્મા તમને દિર્ઘાયુ બક્ષે અને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની દિનપ્રતિદિન ચડતી રહે, યાવતચંદ્રદિવાકરો રહે એ જ શ્રી જલારામબાપાને ચરણે પ્રાર્થના.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો