ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર મહત્ત્વની ક્રિશ્ચિયન હોલીડેઝ

મારે પણ કંઈક કહેવું છે –

સુરેશ અને ભાવના પટેલ Wednesday 16th April 2025 06:27 EDT
 

ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર જિસસના જીવનમાં ચાવીરૂપ ઘટનાઓને સાંકળતી મહત્ત્વની ખ્રિસ્તી હોલીડેઝ છે.ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન અને અને જિસસના મૃત્યુને સંબંધિત છે જ્યારે ઈસ્ટરની ઊજવણી મોતમાંથી પુનઃજીવનને સાંકળે છે.ગુડ ફ્રાઈડે આત્મચિંતન અને શોકનો દિવસ છે જ્યારે ઈસ્ટર આનંદની ઊજવણી અને નવી આશાના સંચારનો દિવસ છે.

ઈસ્ટર મુખ્યત્વે ખાસ ચર્ચ સર્વિસીસ, ઈસ્ટર એગ્સની કોજ, અને પારિવારિક મિલન સાથે સંકળાય છે. પુનઃજીવન અશુભ પર શુભના વિજયનું પ્રતીક બની રહે છે, શાશ્વત જીવનનું વચન અને આસ્તિકો માટે મોક્ષની આશા છે. ગુડ ફ્રાઈડે પછી ઈસ્ટર આવે છે અને ઈસુનું પુનઃ જીવતા થવું તે ઈસુએ વધસ્તંભ પર સહેલી પીડા અને મૃત્યુના અનુભવ પરનો વિજય સૂચવે છે.

આ સંદર્ભે ભારતના ગુજરાતના કરમસદમાં મારા ઉછેર દરમિયાન એક અનુભવને વર્ણવવા માગું છું. અમે ઘણી વખત નજીકમાં ક્રિકેટ રમવા દરમિયાન ટી અને લંચ બ્રેક વખતે પાણી પીવા અને વૃક્ષ નીચે આરામ કરતી વેળાએ કરમસદ ટાઉન (ક્રિશ્ચિયન વસ્તી આશરે 1 ટકા)ની બહાર આવેલા ચર્ચની મુલાકાત લેતા હતા. સ્પેનિશ પાદરી ગુજરાતી સારું બોલતા અને ખુલ્લા દિલે અમને આવકારતા, પીવાને સ્વચ્છ પાણી અને નાસ્તામાં બિસ્કિટ્સ પણ આપતા હતા. તેઓ અમને ખ્રિસ્તી તહેવારોના મહત્ત્વ અને તેની ઊજવણી વિશે ગુજરાતીમાં સમજાવતા પણ હતા. અમારી ક્રિકેટ ટીમમાં હિન્દુ, જૈન, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના ખેલાડીઓ હતા જે જાતપાત, વર્ણ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના સહઅસ્તિત્વનું આદર્શ ઉદાહરણ હતું.

સમગ્ર વિશ્વમાં અમારા સહુ ક્રિશ્ચિયન ભાઈઓ અને બહેનોને ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરની શુભકામના.

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter