નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી નવલકથાઓ લખેલી છે. 1993માં નોબેલ સાહિત્ય પારિતોષિક મેળવનાર ટોની મોરિસન સૌપ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા બન્યાં હતાં.
રસપ્રદ બાબત એ છે કે મોટા ભાગના અમેરિકન ઈંગ્લિશ ન્યૂઝપેપર્સે મોરિસનની પ્રસંશા કરી હતી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે તેના કવરેજમાં મોરિસનને ઉચ્ચ કક્ષાની નોવેલિસ્ટ ગણાવી હતી. સમગ્ર વિશ્વના તખતા પર તેમનાં લખાણોનાં કૌશલ્યને સ્વીકારી બિરદાવાયાં હતાં. તેમની ‘બીલવેડ’ નવલકથામાં આફ્રિકન-અમેરિકન ગુલામીનાં પરિમાણોનો પર્દાફાશ કરાયો હતો તેમજ તેમના અંગ્રેજી લખાણ અને વક્તવ્ય કૌશલ્યોની સર્વવ્યાપી પહોંચ અને અસર ભારે રસપ્રદ હોવાં સાથે પ્રેરણાદાયક બની રહી હતી તે હકીકત છે.
આ બધી રસપ્રદ કથાઓની વાત કરું તો હું ઈંગ્લિશ કન્ટેન્ટ લેખક અને ઈંગ્લિશ ટ્રેઈનર હોવાથી મને મળેલી પ્રેરણા અપાર છે. સમગ્ર વિશ્વમાં રસદાયક અને સુંદર ઈંગ્લિશ ન્યૂઝપે્પર્સ, મેગેઝિન્સ અને પુસ્તકોનું વિપુલ પ્રમાણ છે. ‘પુસ્તકિયા કીડા’ અને પુસ્તકપ્રેમી તરીકે હું તુતિકોરીન, તિરુનેલવલ્લી, કન્યાકુમારી, ચેન્નાઈ, કોઈમ્બટુર, હૈદરાબાદ, બેંગલોર અને મુંબઈ સહિત વિવિધ સ્થળોએથી ઈંગ્લિશ ન્યૂઝપેપર્સ અને પુસ્તકો ખરીદતો રહ્યો છું. કોરકાઈ, તિરુચેન્ડુર જેવા મારા વતનના સ્થળોએ હોઉં અથવા મુંબઈ અને ચેન્નાઈ જવાં કાર્યસ્થળોએ હોઉં ત્યારે વહેલી સવારે પહેલું કાર્ય ન્યૂઝપેપર સ્ટોલ્સ પર જવાનું રહે છે. મારી નમ્ર અભ્યાસ સંસ્કૃતિ તેમજ તામિલ અને ઈંગ્લિશ સહિતની ભાષાઓ તરફના મારા પ્રેમનું આ પરિણામ અને અસર છે. હું નમ્રપણે ટોની મોરિસનના નિધન વિશે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. મારે આંતરરાષ્ટ્રીય મીડિયાને એટલું જ કહેવાનું છે કે તેમણે આવા મહાન લેખકો વિશે લખવું જોઈએ જેથી સમગ્ર વિશ્વ પ્રેરણાદાયી કથાઓ અને શબ્દોનો પ્રસાર કરતાં સુંદર પુસ્તકો અને શબ્દોથી ઉભરાતું રહે.
હું હંમેશાંથી પુસ્તકોનો ચાહક અને પ્રેમી રહ્યો છું કારણકે તેઓ સુંદર પ્રિન્ટ સ્વરૂપમાં આપણા મેજ પર મહાન અને સુંદર જ્ઞાન અને સંદેશા પીરસે છે. હું તુતિકોરીન, તિરુનેલવલ્લી, ચેન્નાઈ, કોઈમ્બટુર અને મુંબઈ સહિત ભારતના વિવિધ સ્થળોએથી પુસ્તકો ખરીદતો રહ્યો છું તેની મધુરી યાદ આજે પણ રહી છે.
પુસ્તકોના નિર્માતા/લેખકો પ્રત્યે મારો આદર રહ્યો છે કારણકે તેમની ઉચ્ચ બૌદ્ધક પ્રતિભા અને ભારે મહેનતના પરિણામે જ આપણને અદ્ભૂત પુસ્તકો પ્રાપ્ત થાય છે. હું મીડિયાના લોકોનું પણ તેમના અથાક કાર્યનું સન્માન કરું છું. ઉદાહરણ આપું તો ન્યૂઝપેપર્સ સુંદર સ્વરૂપે આપણા મંતવ્યો અને નામો પ્રસિદ્ધ કરે છે. આ બધાને મારી સલામ છે.
હવે બહોળા પ્રમાણમાં મિનિ બૂક્સ રીલિઝ કરવાનો સમય પાકી ગયો છે કારણકે તેઓ ખરેખર સુંદર અને માહિતીપ્રદ હોય છે જેનો પ્રયોગ મેં 2001માં તુતિકોરીન અને ચેન્નાઈમાં મારા કોલેજકાળ દરમિયાન કર્યો હતો.
--- પી. સેન્થિલ સર્વાના દુરાઈ
અંધેરી વેસ્ટ, મુંબઈ, ભારત