દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે:
ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા મુસ્લિમ આક્રમણખોરોએ દેશમાં તલવારના જોરે પગપેસારો કર્યો અને ભારતને લગભગ ૬૦૦ વર્ષ ગુલામ બનાવ્યું. આ દરમિયાન અંગ્રેજોનું વેપાર કરવા અર્થે આગમન થયું અને ૧૮૫૮થી ૧૯૪૭ સુધી ભારત પર શાસન ચલાવ્યું. આમ હજારો વર્ષોની ગુલામી, અત્યાચાર, ધર્માંતર અનેક મુસીબતોનો પડકાર ઝીલી, હિન્દુ ધર્મ ટકી રહ્યો છે અને ફૂલેફાલે છે.
ભારત એક શાંતિપ્રિય છે. ઇતિહાસ બતાવે છે કે ભારતે કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી. હિન્દુ એ ભારતની ભૌગોલિક ઓળખ છે. સાચો ધર્મ સનાતન (યાને કે universal) અને વિશ્વના વિશાળ ધર્મોમાંથી, ત્રીજા ક્રમે છે. સનાતન ધર્મની વિશિષ્ટતા એ છે તેનો કોઈ સ્થાપક નથી અને અનેક ધર્મ ગ્રંથો છે. અનેક રીતરિવાજો, માન્યતાઓ, સંપ્રદાયો, દેવી-દેવતાઓ. આ અનેરો ધર્મ ભગવાન એક અને રૂપ અનેકમાં માનનારો છે. આ ધર્મ પ્રેમ, કરુણા અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને પાઠવે છે.
બૌદ્ધ, જૈન અને શીખ જેવા મહાન ધર્મો પણ હિન્દુ ધર્મમાંથી જ ઉદ્ભવ્યા. તેમના સ્થાપકો હિન્દુ જ હતા. હિન્દુ પ્રજા આ બધા ધર્મોનો આદરસત્કાર કરે છે, આ ધર્મોના અનુયાયી સાથે ભાઈચારો તથા મૈત્રીભાવ રાખે છે.
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ખરેખર શ્રેષ્ઠ છે. ઈરાન દેશમાંથી મુસ્લિમ આતંકવાદીઓથી પોતાનો ધર્મ અને જાન બચાવા ભાગી છૂટેલા પારસીઓને ભારતે આશ્રય આપ્યો. આ સુંદર, શાંતિપ્રિય અને પ્રગતિશીલ કોમે ભારતને તેમના ઉપકારનો બદલો, દૂધમાં જેમ સાકાર ભળી જાય તેમ ભારતીય સમાજ સાથે ભળી ગયો અને દેશની ઉન્નતિ માટે ઘણું ઘણું યોગદાન આપ્યું.
ભારતીયો પોતાના દેશમાં લાંબી ગુલામી ભોગવ્યા પછી જે દુર્દશા થઇ, બહેતરીન જીવન માટે પરદેશ તરફ મીટ માંડી અને દુનિયાના અનેક દેશોમાં વસવાટ કર્યો. જ્યાં જ્યાં ભારતીઓ ગયા, તે દેશના લોકો સાથે ભળી ગયા, ધન કમાયા, નામ કમાયા, અને દેશની આબાદીમાં વૃદ્ધિ કરી.
ભારતીયો તેમની સુવાસ હર દેશમાં ફેલાવે છે અને ભારતની આન, બાન અને શાન વધારે છે. ઈશ્વરે ભારતને સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વિનોબા ભાવે, વિક્રમ સારાભાઈ, રતન ટાટા, ધીરુભાઈ અંબાણી, સચિન તેંડૂલકર જેવા અનેક, (માફી ચાહું છું કે અહીં બધા નામ રજુ કરવા શક્ય નથી) જેવા રત્નોની ભેટ આપી.
ભારતે વિશ્વને યોગા જેવી અણમોલ વસ્તુની ભેટ આપી, જે શરીર, મન અને આત્માની વૃદ્ધિ કરે છે.
ભારત દુનિયાની એક સૌથી મોટી લોકશાહી છે. ૧૯૪૭માં આઝાદ થયા બાદ, દુશ્મન દેશોના લાખો પ્રયાસ પછી ભારત અડીખમ રહ્યું છે, અસાધારણ પ્રગતિ સાધી છે અને એકતા જાળવી રાખી છે.
ભારત દુનિયામાં તેના ફિલ્મઉદ્યોગ માટે જાણીતો છે. બોલિવૂડ નામ ભારતની ઓળખ સાથે સંકળાઇ ગયું છે. વખત પાકી ગયો છે કે બોલિવૂડનું નામ ભારતીય ભાષાને લગતું હોય! અમિતાભ બચ્ચન, રાજ કપૂર, દેવાનંદ, દિલીપ કુમાર, કિશોરકુમાર, લતા મંગેશકર, સત્યજિત રે, સંજય લીલા ભણસાલી જેવા અનેક મહાન કલાકારો, સંગીતકારો અને ફિલ્મ નિર્માતાએ આ ઉદ્યોગની સફળતા માટે યોગદાન આપેલું છે અને આપી રહ્યા છે. દુનિયા બહારના કરોડો ભારતીયોને મનોરંજન પૂરું પડી રહ્યા છે.
ભારતની મહાન સંસ્કૃતિ, સમાજ, ધર્મો વિશે તો જેટલું લખાય તેટલું ઓછું જ છે. ભારત એક મહાન દેશ હતો, છે અને રહેશે. આજે ભારતનું સુકાન શ્રી નરેન્દ્ર મોદી જેવા સપૂત સંભાળી રહ્યા છે. પ્રજામાં જાગૃતિ લાવી, વર્ષોથી દેશમાં પ્રવર્તતી ગંદકી, સડો, અનીતિ, અન્યાય, ભષ્ટચાર અને ગેરરીતિઓ નાબૂદ કરી દેશને ઝડપભેર એક મહાસત્તા અને વિશ્વગુરુ બનાવવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. દરેક ભારતીયોની શુભકામના તેમની સાથે જ છે.
- નિરંજન વસંત, ઇમેઇલ દ્વારા