ગત સપ્તાહના એશિયન વોઈસ (29 May 2024) માં SOAS સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સુબિર સિન્હાએ સાઉથ એશિયનોમાં રાજકીય વર્તન અને મતદાનના વલણ-પેટર્ન્સ બાબતે કેટલીક ટીપ્પણીઓ કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં ત્રણ સ્થળોએ તેમણે ગત અને આગામી ચૂંટણીમાં હિન્દુઓના મતદાન વલણો માટે મોદી-હિન્દુત્વ પરિબળ પ્રભાવશાળી હોવા વિશે જણાવતા ટોરીઝ પણ તેમની તરફેણમાં મતદાન કરાવવા આ જ પરિબળને ઉપયોગમાં લેશે તેમ સૂચવ્યું હતું.
સિન્હા બ્રિટનમાં સંખ્યાબંધ એકેડેમિક્સમાં એક છે જેઓ બ્રિટનમાં હિન્દુઓના મતદાનની પેટર્ન કોઈક રીતે મોદી-હિન્દુત્વ પરિબળ સાથે સંકળાયેલી હોવાનું માને છે. રસપ્રદ બાબત એ છે કે તેમણે કોઈ આંકડાઓ અથવા મોદી-હિન્દુત્વ પરિબળ કેવી રીતે બ્રિટનમાં હિન્દુઓ કેવી રીતે મતદાન કરે છે તેને પ્રભાવિત કરતું હોવાં વિશે દર્શાવ્યું નથી. હું આ ખુલાસાને એ હકીકત સાથે સાંકળવા માગું છું કે સિન્હા સહિત કહેવાતા એકેડેમિક્સ હિન્દુઓ પ્રતિ અતાર્કિક મતની સાથોસાથ હિન્દુત્વ અને મોદી પ્રત્યે દેખાઈ આવે તેવી ઘૃણા ધરાવે છે. ચોક્કસપણે તેમના માટે મોદી-હિન્દુત્વ પરિબળ કોઈ પણ પુરાવાઓ ધ્યાનમાં લીધા વિના જ રિમોટ કંટ્રોલ થકી હિન્દુઓને નિયંત્રણમાં રાખવા બાબતે મેટા-એક્સપ્લેનેશન (વિશિષ્ટ સ્પષ્ટીકરણ) તરીકે કામ કરે છે.
આ વલણ ઈલેક્શન વિશ્લેષણથી પણ કાંઈક વધુ છે અને બ્રિટનમાં હિન્દુઓની સલામતી અને સુરક્ષાની ચિંતા સર્જે છે. આનું સ્પષ્ટ ઉદાહરણ સપ્ટેમ્બર 2022ના લેસ્ટર રમખાણોને હિન્દુઓ અને તેમની મોદી તરફની કથિત વફાદારી પર કેવી રીતે થોપી દીધા તે છે. 17-18 સપ્ટેમ્બર 2022ની રાત્રે અશાંતિ પછી તુરત જ આ સ્પષ્ટીકરણ કેવું હાથવગું બની રહ્યું હતું. લેસ્ટરના મેયર અને લેસ્ટર ઈસ્ટના સાંસદ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને મીડિયા મારફત તેને વિશ્વભરમાં ચગાવવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ લેસ્ટરના એકેડેમિક દ્વારા તેનો ઉલ્લેખ કરાયો જેઓ 9/11 ષડયંત્રના થીઅરિસ્ટ તરીકે જાહેર થયા અને ઈન્ક્વાયરી કદ કરી દેવાઈ તે પહેલા તેમને લેસ્ટરના મેયરે ઈન્ક્વાયરીના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.
આ સ્પષ્ટીકરણને કદી પુરાવાઓથી પ્રમાણિત કરાયું નથી. આમ છતાં, એકેડેમિક્સ કોઈ અવરોધ કે વાંધા વિના તેનો ઉપયોગ વારંવાર અશાંતિના કારણરૂપ દર્શાવીને કરતા રહ્યા અને તે સાથે દોષનો ટોપલો સ્થાનિક હિન્દુઓ પર ઢોળતા રહ્યા. કોઈ પણ રીતે સ્વેચ્છાએ આગળ ધરી દેવાયેલા આ ખુલાસાએ હિન્દુઓ વિરુદ્ધ હિંસાને વાજબી ઠરાવવા તરીકે જ કામ કર્યું છે.
એક સંભવિત દલીલ એ પણ થાય છે કે મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર અગાઉના અવારનવારના હુમલાઓથી ત્રસ્ત હોવાથી હિન્દુ યુવાનો આગલી રાત્રે દેખાવો કરી રહ્યા હતા ત્યારે હિન્દુઓ દ્વારા કરાયેલી ફરિયાદો પર તપાસ કરવામાં રસ નહિ ધરાવતી પોલીસનું પક્ષપાતી વલણ હોવા સંબંધે સોશિયલ મીડિયા પરની સતત ચાલી રહેલી પોસ્ટ્સથી હિન્દુઓ મુસ્લિમો પર હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનો માહોલ ફેલાયો હતો. શહેરના સત્તાવાળાઓ પણ મળતિયા હોવાનું જણાતું હતું. અશાંતિ-રમખાણોના થોડાં જ સપ્તાહો પછી સિટી કાઉન્સિલે ઈસ્લામોફોબિયાની વિકૃત વ્યાખ્યા અપનાવી હતી જેના પરિણામે, ફરી એક વખત રહેવાસીઓના એક જૂથ તરફ સત્તાવાળાઓનો પક્ષપાત દેખાઈ આવ્યો હતો.
સિન્હા સપ્ટેમ્બરમાં લેસ્ટરમાં જે થયું તેની તપાસ કરવા માટે કથિત સ્વતંત્ર કમિશનનો એક હિસ્સો છે. આ ઈન્ક્વાયરી માટે SOASને જ્યોર્જ અને એલેકઝાન્ડર સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનોને ભંડોળ મળે છે. આ ફાઉન્ડેશનો સિન્હાના SOASને સમાવતા યુનિવર્સિટીઓના નેટવર્ક્સને નાણાકીય સહાય સહિત મોદી-હિન્દુત્વવિરોધી પ્રચારને ભંડોળો પૂરાં પાડવાનો રેકોર્ડ ધરાવે છે.
SOAS-સોરોસ રિપોર્ટમાં આ જ પ્રકારનું મોદી-હિન્દુત્વ સ્પષ્ટીકરણ ફરી બહાર આવશે અને જો તેઓ લેસ્ટરના જે વિસ્તારોને મુસ્લિમો ‘પોતાના’ માને-ગણાવે છે ત્યાંથી હિન્દુઓને હિંસા, ધાકધમકી અને હત્યાથી દૂર કરવાની ચાવીરૂપ સ્ટોરીને દબાવી દેશે તો જરા પણ આશ્ચર્યકારી નહિ જણાય. કદાચ આથી જ, 5 પિલ્લર્સ જેવા મુસ્લિમ સંગઠને SOAS-સોરોસ ઈન્ક્વાયરીને સમર્થન જાહેર કર્યાનું કારણ હોઈ શકે?
આપણને તો એવી જ આશા રાખીએ કે માઈકલ ગોવ દ્વારા શરૂ કરાયેલા અને લોર્ડ ઈઆન ઓસ્ટિનના અધ્યક્ષપદ હેઠળના સત્તાવાર રિવ્યૂ, જેની સમયમર્યાદા જુલાઈ 2024ના અંત સુધી લંબાવવામાં આવી છે, તે રમખાણો બાબતે નક્કર સ્પષ્ટીકરણ-ખુલાસા સાથે બહાર આવશે. તે ચોક્કસપણે મોદી-હિન્દુત્વ પરિબળ નહિ જ હોય.
ડો. પ્રકાશ શાહ
રીડર ઈન કલ્ચર એન્ડ લો,
ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન