હું આપના ન્યૂઝપેપરની વર્તમાન ગ્રાહક છું અને 11 જાન્યુઆરી 2025ના અંકમાં પાન નંબર 32 પર પ્રસિદ્ધ ‘પ્રથમ પ્રવાસી’ લેખ બાબતે કશું કહેવા ઈચ્છું છું. આ લેખ ઘણો માહિતીપ્રદ અને પ્રેરણાદાયક લાગ્યો છે. ટિમોર-લેસ્ટે નામના ગરીબ દેશમાં યુવા વસ્તી છે જે જીવનધોરણ સુધારવા તેમજ વિશ્વભરમાં શાંતિ અને સલામતીમાં યોગદાન આપવા તત્પર છે. આ દેશને તેણે આઝાદી મેળવ્યાના ગત 25 વર્ષના ગાળામાં ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને એ જાણકારી સારી મળે છે કે તે હવે આસિયાન (એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ-ASEAN)નું પૂર્ણ સભ્યપદ હાંસલ કરવાની રાહ જુએ છે.
ટિમોર-લેસ્ટે મુલાકાતીઓ માટે સ્વાગતપ્રિય અને સલામત દેશ છે. ગત બે દાયકામાં અહીં આરોગ્ય અને એજ્યુકેશન જેવી પાયાની સેવાસુવિધાઓમાં ઘણો સુધારો થયો છે છતાં, સેવાની ગુણવત્તા વધારવા હજું ઘણું કાર્ય કરવાનું બાકી રહે છે.
ઉપરોક્ત લેખમાં એવું સૂચિત થાય છે કે ઘણા ગુજરાતીઓએ આ દેશની મુલાકાત લીધી નથી. આ સાચું નથી. હું જણાવવાં ઈચ્છું છું કે મારા ભાઈ હેમાંશુ-રોય ત્રિવેદીએ વર્ષ 2018-2022ના ગાળામાં આ દેશમાં યુનાઈટેડ નેશન્સ કોઓર્ડિનેટર તરીકે સેવા આપી હતી. આ દેશના પ્રેસિડેન્ટે તેમને દેશની સેવા કરવા બદલ 2022માં ઓર્ડર ઓફ ટિમોર-લેસ્ટે ખિતાબ એનાયત કર્યો હતો. તેઓ હાલમાં સ્કોટલેન્ડમાં ટિમોર-લેસ્ટેના ઓનરરી કોન્સુલ તરીકે સેવા આપી રહ્યા છે.
ઘણા ભારતીયોએ વર્ષો દરમિયાન ટિમોર-લેસ્ટેમાં સેવા આપી છે. ભારતીયો અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો ખાસ કરીને ટિમોર-લેસ્ટે જેવાં લગભગ પછાત દેશો સહિત વિશ્વભરમાં વિકાસમાં યોગદાન આપી રહ્યા છે તે જાણવાનું ઘણું સારું લાગે છે.