* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે તા. ૭-૨૦૧૬ના રોજ સવારે ૯થી રાતના ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે મંદિરમાં ભગવાન શ્રી મહાદેવના શિવલીંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક રૂદ્રાભિષેક, મંદિરની હવેલીમાં શ્રી અમરનાથના પ્રતિક સમાન બરફના શિવલીંગના દર્શનનો તેમજ અન્નકૂટના દર્શનનો લાભ મળશે. અન્નકૂટ આરતી સવારે ૧૧-૪૫થી ૧૨ અને સંધ્યા આરતી સાંજે ૭થી ૭-૨૦ દરમિયાન થશે. સંપર્ક: 020 8965 2651.
* બ્રાહ્મિન સોસાયટી નોર્થ લંડન દ્વારા મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે સોમવાર તા. ૭-૩-૧૫ના રોજ રાતના ૮થી ૧૦ દરમિયાન BSNL કોમ્યુનિટી સેન્ટર, ૧૨૮ ઇસ્ટ લેન, વેમ્બલી HA0 3NL ખાતે અભિષેક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વંદનાબેન જોષી 07944 913 208.
* શ્રી એડન દેપાળા મિત્ર મંડળ યુકે, ૬૭એ ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે તા. ૭-૩-૧૬ના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજન કિર્તનનો લાભ મળશે. સંપર્ક: દયારામભાઇ દેપાળા 020 8445 7892.
* શ્રી વલ્લભ નિધી યુકે - શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે તા. ૭-૩-૧૬ના રોજ સવારે ૯થી ૧૧-૩૦ અને બપોરે ૩-૩૦થી સાંજના ૬ દરમિયાન મહા શિવરાત્રિ રૂદ્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. 020 8989 7539.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ સડબરી, વેમ્બલી, HA0 3DW ખાતે તા. ૭-૩-૧૬ના રોજ સોમવારે પવિત્ર મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન દર ૪૫ મિનિટે પૂજા થશે. મહાઅારતી સાંજે ૭-૩૦ કલાકે અને મહાપૂજા રાત્રિના ૯થી ૧૧ સુધી થશે. શુક્રવાર તા. ૪ના રોજ જલારામબાપાની ૧૩૫મી પૂણ્યતિથી પ્રસંગે સવારે ૧૧થી સાંજના ૬ દરમિયાન ૧૦૮ જલારામ બાવનીના પાઠ અને સાંજે ૭ કલાકે આરતી થશે. પ્રસાદનો લાભ બપોરના ૧થી ૩ દરમિયાન મળશે. સંપર્ક: 020 8902 8885.
* ગુર્જર હિન્દુ યુિનયન, શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ક્રોલી RH11 0AF ખાતે સોમવાર તા. ૭-૩-૧૬ના રોજ મહાશિવરાત્રી પર્વ પ્રસંગે બપોરે ૨ થી ૪ અભિષેક, સાંજે ૭-૩૦ વાગ્યે કમળ પૂજન અને સાંજે ૮-૩૦થી ધજા મનોરથના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: ચંદુભાઇ 07440 744 098.
* શ્રી ભારતીય મંડળ શ્રી અંબાજી મંદિર, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન OL6 8JN ખાતે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે તા. ૭-૩-૨૦૧૬ના રોજ સાંજે ૬થી ૭ પૂજન અભિષેક, ૭થી ૯ ભજન અને ૯થી ૧૦ આરતી થાળ, પ્રસાદી તેમજ ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0161 330 2085.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૭-૩-૧૬ સોમવારના રોજ મહા શિવરાત્રિ પર્વ પ્રસંગે સાંજે ૮થી ભજન સંધ્યા, શિવસાધના અને સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0678.
* વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન શાખા, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પૌંડ CR7 6JN ખાતે તા. ૭-૩-૧૬ના રોજ બપોરના ૧થી ૩ દરમિયાન મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8665 5502.
* ધ ચેપ્લીન્સી સેન્ટર, રોયલ ડેવોન એન્ડ એક્ષેટર હોસ્પિટલ, બેરેક રોડ, એક્ષેટર EX2 5DW ખાતે આવેલ આોમ ડેવોનેશ્વર મહાદેવ શિવાલય ખાતે તા. ૭-૩-૧૬ના રોજ ૭ કલાકે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે અભિષેક અને આરતી થશે. સંપર્ક: રવિન્દ્ર નથવાણી 07976 561 140.
* ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે સોમવાર તા. ૭-૩-૧૬ના રોજ સાંજે ૭-૩૦થી ૧૦ દરમિયાન મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પૂજા, અભિષેક, રૂદ્રમ અને ભજન સત્સંગ સહિત શાસ્ત્રીય નૃત્ય થશે. સંપર્ક: [email protected] અને 0208203 6288.
* શિવાલયા ૧૧, ટિનલી રોડ, સાઉથોલ, UB2 5LT ખાતે તા. ૭-૩-૧૬ના સોમવારના રોજ સાંજે ૭થી સવારના ૪ દરમિયાન મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પૂજાનો લાભ મળશે. સંપર્ક: અરૂણાબેન 07828 891 835.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૭-૩-૧૬ના રોજ સાંજે ૫ કલાકે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થશે. તા. ૫-૩-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૬-૩-૧૬ રવિવારના રોજ બપોરે ૩ કલાકે ભજન થશે. સંપર્ક: 07882 253 540.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૭-૩-૧૬ સોમવારે બપોરે ૨ વાગ્યાથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી થશે. અા ઉપરાંત દર મહિનાના પહેલા શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે સૌ માટે ભજન અને દર મહિનાના ત્રીજા ગુરૂવારે બપોરે ૧૨ થી ૪ દરમિયાન ધુમાડા વગરના હવનનું આયોજન કરવામાં આવશે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦ થી ૮-૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ તેમજ દર શનિવારે હનુમાન ચાલીસાનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.