'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન' દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૨૪મીએ સન્માન થશે

Tuesday 16th December 2014 12:17 EST
 
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૪માં ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન આગામી તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં અમે સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવીશું અને ઉપસ્થિત વડિલો સહિત સૌ મનોરંજક કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો આનંદ ઉઠાવીશું અને સન્માનનીય વડિલો પાસેથી સુદિર્ઘ અને તંદુરસ્ત જીવન વિષે માહિતી મેળવીશું.આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૫ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનો ટૂંકો બાયોડેટા અને ફોટો ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected]કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી.તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫, શનિવારસમય: બપોરના ૩-૦૦થી ૭-૦૦સ્થળ: લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA.વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter