લેસ્ટરઃ માન્ચેસ્ટર હુમલા પછી બ્રિટિશ મુસ્લિમો સામેના હેટ ક્રાઈમમાં પાંચ ગણો વધારો થયો હતો. આ પ્રકારના ગુનાની નોંધ રાખતી સંસ્થાને સાત દિવસમાં આવા કુલ ૧૩૯ કિસ્સા બન્યા હોવાની વિગતો મળી હતી. તેની અગાઉના સપ્તાહે આવા ગુનાની સંખ્યા માત્ર ૨૫ હતી. આતંકી હુમલા પછી હેટ ક્રાઈમમાં વધારો થાય છે. ૨૦૧૩માં સૈનિક લી રિગ્બીની હત્યા પછી હેટ ક્રાઈમમાં ચાર ગણો અને ૨૦૧૫માં પેરિસ હુમલા પછી હેટ ક્રાઈમમાં ૪૦૦ ગણો વધારો નોંધાયો હતો.
લંડન રોડમાં હેન્સોમ ટેક્સીસ ચલાવતા સતબીર ગિલે જણાવ્યું હતું કે લેસ્ટરમાં કેબ ડ્રાઈવર્સને માન્ચેસ્ટર અરીના હુમલા પછી ઈસ્લામોફોબિક અપશબ્દો સાંભળવા પડ્યા હતા. ગિલે કહ્યું હતું કે હિજાબના કારણે અલગ તરી આવતી તેની મહિલા કર્મચારીને પણ મૌખિક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે
leicestermercury.co.ukને જણાવ્યું હતું કે ટેક્સી ડ્રાઈવર્સ આ પ્રકારના વ્યવહાર સામે કોઈ પ્રતિભાવ આપતા નથી કારણકે તેઓ પહેલાની માફક જ નોકરી અને જીવન ચલાવે છે. પરંતુ, હવે જેની સાથે કશું લાગતુવળગતું ન હોય તે માટે તેમને દોષી ઠરાવાય છે.
સ્થાનિક પોલીસિંગ ડિરેક્ટોરેટના વડા સુપરિન્ટેન્ડન્ટ શોન ઓ‘નીલે જણાવ્યું હતું કે,‘અમે હેટ ક્રાઈમના તમામ રિપોર્ટ્સની રાબેતા મુજબ સમીક્ષા કરીએ છીએ અને માન્ચેસ્ટર ટેરર એટેકપ છી પણ અમે આ કર્યું છે.’