ગુજરાત સમાચારના 15થી 22 માર્ચ 2025ના અંકમાં ‘માર્ચમાં વિવિધ ધર્મોના દિવ્ય અને પવિત્ર ઉત્સવોની ઊજવણી ...’ લેખમાં મારાથી ભૂલ સાથે સેન્ટ પેટ્રિક‘સ ડેનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. પાંચમી સદીમાં સેન્ટ પેટ્રિકના મૃત્યુ પછી દર વર્ષે 17 માર્ચે તેમની મૃત્યુતિથિની ઊજવણી કરાય છે. સેન્ટ પેટ્રિક‘સ ડે ક્રિશ્ચિયન્સની લેન્ટ સીઝન દરમિયાન આવે છે. આઈરિશ લોકો 1000 વર્ષ કરતાં વધુ સમયથી આ દિવસને ધાર્મિક રજા સ્વરૂપે ઉજવે છે. આઈરિશ પરિવારો પરંપરાગત રીતે સવારે ચર્ચમાં હાજરી આપે છે અને બપોર પછી ઊજવણી કરે છે.
પાંચમી સદીમાં થઈ ગયેલા સેન્ટ પેટ્રિક આયર્લેન્ડના પેટ્રન સંત હોવાં સાથે તેમના ધર્મોપદેશક પણ છે. તેમનો જન્મ રોમન બ્રિટનમાં થયો હતો. તેમનું અપહરણ કરી તેમને 16 વર્ષની વયે ગહુલામ તરીકે આયર્લેન્ડમાં લવાયા હતા. તેઓ પાછળથી નાસી છૂટ્યા હતા પરંતુ, આયર્લેન્ડ પરત ફર્યા ત્યારે ત્યાંના લોકોને ક્રિશ્ચિયાનિટી સાથે મેળવવાનો યશ તેમને મળ્યો હતો.
પેટ્રિકના અવસાન (સંભવતઃ 17 માર્ચ, 493) પછીની સદીઓમાં તેમના જીવન સાથે વણાયેલી અનેક ગૂઢ વાતો આઈરિશ કલ્ચરમાં વધુ વણાઈ ગઈ હતી. સેન્ટ પેટ્રિકની દંતકથા અનુસાર તેમણે મૂળ આઈરિશ ક્લોવર-ઘાસ ધ શામરોકના ત્રણ પાંદડાનો ઉપયોગ કરી હોલી ટ્રિનિટી (ફાધર, સન અને હોલી સ્પિરીટ)ની સમજ આપી હતી.
ઈમિગ્રન્ટ્સ અને સોનુ શોધનારાઓ પ્રથમ પેઢીના આઈરિશ-અમેરિકન્સને ઘણી વખત સોનુ શોધવામાં સફળતા મળે ત્યારે તેને આઈરિશ લક તરીકે ઓળખાવતા હતા. સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ લાવનારા જ્ઞાન કે જાણકારી, કઠોર મહેનત અને કુશળતાના બદલે સારા નસીબની ધારણા જ રહેતી હતી.
જો હું ભૂલતો ન હોઊં તો, 2007માં સેન્ટ પેટ્રિક‘સ ડેએ આઈરિશ લક ફળ્યું હતું જેમાં આયર્લેન્ડે પાકિુસ્તાને હરાવ્યું હતું અને કિંગ્સ્ટનમાં ICC વર્લ્ડ ક્રિકેટ કપની સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધું હતું.
મારખમ, કેનેડા