લંડનઃ ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂ પારસી સમુદાયના ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેઓ કહે છે કે, બ્રિટનમાં સૌથી જૂની એશિયન ધાર્મિક સ્વયંસેવી સંસ્થા ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપની સ્થાપના ૧૮૬૧માં કરાઇ ત્યારે બ્રિટનમાં ફક્ત ૫૦ પારસી વસવાટ કરતા હતા. આજે બ્રિટનની વસતી ગણતરીના આંકડા પ્રમાણે હાલ દેશમાં ૪૦૦૦ પારસી વસવાટ કરી રહ્યાં છે પરંતુ સમુદાયની ગણતરી પ્રમાણે બ્રિટનમાં હાલ કુલ ૬૦૦૦ પારસી હોવાનો અંદાજ છે.
ડેબૂ કહે છે કે, ઇન્ટરનેટ, ટેબલેટ, સ્કાયપે જેવા માધ્યમો વડે પારસી તરીકેની ઓળખ જાળવી રાખવા સમુદાયના યુવાનો વચ્ચે સંદેશા વ્યવહાર વધુ સરળ બન્યો છે. ૧૮૭૦ના દાયકામાં હાથ ધરાયેલી પહેલી અખિલ ભારતીય વસતી ગણતરીના આંકડા અનુસાર તે સમયે ભારતમાં પારસીઓની વસતી ફક્ત ૭૦,૦૦૦ હતી.
માલ્કમ મિનૂ ડેબૂનો જન્મ યમનના એડન ખાતે થયો હતો. તેમનો ઉછેર બોમ્બે અને બ્રિટનમાં થયો. ૧૯૯૦થી તેમણે ઝેડટીએફઇના ઇફર્મેશન ઓફિસર તરીકે કામગીરી શરૂ કરી હતી. હવે તેઓ લંડન સ્થિત યુરોપના એકમાત્ર ઝોરાષ્ટ્રિયન સેન્ટરનું સંચાલન કરતી સખાવતી સંસ્થા ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ છે. તે ઉપરાંત ડેબૂ ઇન્ટર ફેઇથ નેટવર્કના પણ ટ્રસ્ટી છે.
•••
The Zoroastrian Legacy
વૈશ્વિક વેબિનાર
૩૦ જાન્યુઆરી ૨૦૨૨
બપોરે ૨.૩૦ કલાકે (યુકે)
Zoom ID: 88242094191
Password: 575390