લંડનઃ ૪૫ વર્ષીય જીમી પ્રાઉટ જે ચાર વ્યક્તિઓને પોતાના મિત્ર માનતો હતો તેમણે જ મહિનાઓ સુધી તેના પર અમાનવીય ત્રાસ ગુજારીને તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઘરથી ૧૦૦ મીટર દૂરની વેરાન જગ્યાએ નાખી દીધો હતો. પૂરાવા મુજબ આ ઘટના ૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ બની હતી.
આ પછીના છ અઠવાડિયા તેમણે પ્રાઉટને શોધવાનો ઢોંગ કરીને ગુનો ઢાંકવાના પ્રયાસો કર્યા હતા. એન કોર્બેટ (૨૬), ઝાહિદ ઝમન (૪૩), માયરા વુડ (૫૦) અને કે રેવર્થ (૫૬) એ હત્યા કરી હોવાનો ઈનકાર કર્યો હતો.
ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટના જ્યૂરી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ૨૦૧૫માં આરોપીઓએ તેના વૃષણની ચામડી કાપી નાંખીને તે બહાર કાઢીને તેને ખાવાની ફરજ પાડી હતી. તે પછી હથોડી અને ટાંકણા વડે તેના દાંત તોડી પાડ્યા હતા.