લંડનઃ જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ બ્રોડવે, સાઉથોલ UB1 1PT ખાતે ઉદ્ઘાટન ઈલિંગના મેયર કાઉન્સિલર મિસ. યિવોન જ્હોન્સનના હાથે કરાયું ત્યારે જોયઆલુક્કાસ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર મિ. જ્હોન પોલ આલુક્કાસ અને ડાયરેક્ટર મિસ. સોનિઆ આલુક્કાસ પણ ઉપસ્તિત હતાં.
અદ્ભૂત અને વિશિષ્ટ શોપિંગ અનુભવ પૂરો પાડવા સજ્જ આ શોરૂમમાં વિવિધ પ્રસંગો અને શોખને અનુરૂપ ક્લાસિક ગોલ્ડથી માંડી મનોહર ડાયમન્ડ્સ અને કિંમતી રત્નો સહિત જ્વેલરીનું વિશાળ કલેક્શન છે. શોરૂમનું ઈન્ટિરિયર આરામપૂર્ણ અને વ્યક્તિગત સેવાનું સંમિશ્રણ છે તેમજ અનેક પ્રકારે પરંપરાગત અને સમકાલીન ડિઝાઈન્સ નિહાળવા માટે ગ્રાહકોને અનોખું વાતાવરણ પૂરું પાડે છે.
મિ. જ્હોન પોલ આલુક્કાસે બ્રાન્ડના વિકાસની રણનીતિમાં શોરૂમની ભૂમિકાને હાઈલાઈટ કરી હતી અને અસાધારણ હસ્તકૌશલ્ય અને સેવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ શોરૂમ યુકેમાં જ્વેલરીના વિશેષ શોખીનો માટે પ્રીમિયર સ્થળ બની રહેશે જે વિશિષ્ટ ડાયમન્ડ કલેક્શન્સ, બ્રાઈડલ સેટ્સ તેમજ 20થી વધુ દેશોમાંથી મેળવાતી રોજિંદા વપરાશની વસ્તુઓ ઓફર કરશે.
નવા શોરૂમના ઉદ્ઘાટન નિમિત્તે જોયઆલુક્કાસ 16 ફેબ્રુઆરી 2025 સુધી સ્પેશિયલ પ્રમોશન્સ ઓફર કરી રહ્યું છે જેમાં નોંધપાત્ર ખરીદીઓ સાથે GBP 50 નું મફત ગિફ્ટ વાઉચર તથા જૂના સોનાના એક્સચેન્જની સામે કોઈ કપાત નહિ કરવાનો સમાવેશ થાય છે. શોરૂમનું આ નવું સ્થળ હાઈ ક્વોલિટીની જ્વેલરીની વિશાળ રેન્જ અને શ્રેષ્ઠતમ કસ્ટમર સર્વિસ સાથે ખરીદીના અવિસ્મરણીય અનુભવની ખાતરી આપે છે.