યુકેમાં સામાન્ય ચૂંટણી સંદર્ભે જૈન મેનિફેસ્ટોનું વિમોચન થયું

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

લંડનઃ આગામી આઠ જૂનની સામાન્ય ચૂંટણીના સંદર્ભે માટે સરકાર-આંતરધર્મીય બાબતોમાં જૈનવાદને પ્રમોટ કરતી આંતરરાષ્ટ્રીય જૈન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી(IOJ) દ્વારા બ્રિટનમાં જૈન જનરલ ઈલેક્શન મેનિફેસ્ટો રજૂ કરાયો હતો. બ્રિટનસ્થિત ૩૦ જૈનસંસ્થાનું પ્રતિનિધિત્વ કરતાં વન-જૈન દ્વારા મેનિફેસ્ટોનું લોન્ચિંગ ઓશવાલ એકતા સેન્ટરમાં હેરોના પૂર્વ સાંસદ ગેરથ થોમસ (હેરો વેસ્ટ, લેબર) અને બોબ બ્લેકમેન (હેરો, ઈસ્ટ કન્ઝર્વેટીવ)ના પ્રમુખપદે અને ઉપપ્રમુખપદે જૈન ઓલ પાર્લામેન્ટરી ગ્રૂપમાં કરવામાં આવ્યું હતું.

પાંચ મુદ્દાના મેનિફેસ્ટોમાં બ્રિટિશ સરકારમાં અને સામાજિક જીવનમાં જૈનોના પ્રતિનિધિત્વ અને સમાદરની વાત કરવા સાથે જણાવાયું છે કે ભાવિ પરિણામોની ચકાસણી કર્યા પછી જ Caste Legislation પસાર થવું જોઈએ. આ પ્રસંગે સચિન શાહ (હેરો કાઉન્સિલના લીડર), નવીન શાહ (બ્રેન્ટ અને હેરોના ગ્રેટર લંડન એસેમ્બલીના સભ્ય) સહિત ૧૫૦ જેટલાં જૈન અગ્રણી અને સમાજના સભ્યો ઉપસ્થિત હતા. હાઉસ ઓફ લોર્ડ્સના લીબરલ ડેમોક્રેટના ડેપ્યુટી લીડર અને જૈન APPGના ડેપ્યુટી ચેરમેન નવનીત ધોળકીયા હાજર ન હતા પરંતુ, મેનિફેસ્ટોને તેમણે સપોર્ટ આપ્યો હતો.

IOJના ચેરમેન નેમુ ચંદરયાએ કહ્યું કે, `બ્રિટનમાં વસતી જૈન કોમ્યુનિટીને માટેનો આ મેનિફેસ્ટો છે. બ્રિટનના બહુસાંસ્કૃતિક સમાજના મહત્ત્વપૂર્ણ હિસ્સા સમાન જૈન સમાજ, બ્રિટિશ સમાજ, સ્થાનિક કાર્યો અને આર્થિક બાબતોમાં મહત્વનું યોગદાન કરે છે.

IOJના ડાયરેક્ટર મેહુલ સંઘરાજકાના ચેરમેનપદે બંને સાંસદોને સ્થાનિક બાબતો તેમજ બેક્ઝિટ, પોલીસીંગ, NHS, શિક્ષણ અને સારસંભાળ તથા વૃદ્ધો માટેની બાબતોનાં પ્રશ્નો પૂછાયા હતા. કાર્યક્રમના સમાપનમાં બંને સાંસદોએ જૈનોને ચૂંટણીકાર્ય અને મતદાનમાં સક્રિય બનવાનો અનુરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter