રણજીતસિંહ બ્રૂનેલ યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘના અધ્યક્ષપદે ચૂંટાયા

Wednesday 06th March 2019 02:15 EST
 
 

લંડનઃ ભારતીય મૂળ રાજસ્થાનના અને કાયદાશાખાના વિદ્યાર્થી રણજીતસિંહ રાઠોડે બ્રિટનની બ્રૂનેલ યુનિવર્સિટીની ચૂંટણીમાં પાકિસ્તાન સમર્થિત સાહિત હમીદને જોરદાર પરાજ્ય આપ્યો છે. લંડનની બ્રૂનેલ યુનિવર્સિટીમાં ૧૫૦થી વધુ દેશના ૧૫૦૦૦ જેટલાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીમાં ૮૦ ટકા વિદ્યાર્થી વિદેશના છે. ચૂંટણીમાં ૨૭૮૭ મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી રણજીતસિંહને ૮૫૦ મત મળ્યા હતા. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, કેનેડા અને રશિયાના વિદ્યાર્થીઓએ રણજીતસિંહના વિજય માટે આક્રમક પ્રચાર કર્યો હતો.

રાજસ્થાનના પાલી જિલ્લાના ધુંધલા-સોજતના વતની રણજીતસિંહ રાઠોડ સતત ચોથી વખત લંડનની બ્રૂનેલ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષપદે ચૂંટાયા છે. આમ, રણજીતસિંહ રાઠોડે આ ચૂંટણી જીતીને બ્રિટનમાં ભારતનું નામ રોશન કર્યું છે.

પ્રતિભાશાળી યુવાન રણજીતસિંહ માનવતાના હિત માટે અને પર્યાવરણના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમના પિતા દિલીપ સિંહે જણાવ્યું કે, આ ચૂંટણીમાં બે તૃતિયાંશ મત મેળવીને લંડનમાં ફરીથી તિરંગાની શાન વધારી છે. રણજીતસિંહ બ્રૂનેલ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાતા દેશમાં ખુશીની લહેર પ્રસરી છે. રણજીતે પોતાનું પ્રારંભિક શિક્ષણ માઉન્ટ આબુ, નાગપુર, દિલ્હી અને જયપુરમાં મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter