લેસ્ટરઃ ઈંગ્લેન્ડના સૌથી મોટા શહેરોમાં ૧૨મો ક્રમ ધરાવતા અને હિન્દુઓની સૌથી વધુ વસ્તી સાથેના લેસ્ટર સિટીમાં ચોથા હિન્દુ લોર્ડ મેયર બનેલાં રશ્મિ જોશીએ તેમના હોદ્દાના શપથ લીધા હતા. આ પરંપરા છેક ૧૯૨૭થી ચાલી આવે છે.
લેબર પાર્ટીના અગ્રનેતા કિથ વાઝે જણાવ્યું હતું કે,‘રશ્મિ જોશી લેસ્ટરના લોર્ડ મેયર બન્યા તેનો મને આનંદ છે. આ નોંધપાત્ર સિદ્ધિ છે અને વિશિષ્ટ પણ છે કારણકે તેઓ લેસ્ટરના ઈતિહાસમાં લોર્ડ મેયરપદે ચોથા હિન્દુ છે. કાઉન્સિલર જોશી છેક ૨૦૦૭થી હમ્બરસ્ટોન અને હેમિલ્ટનના કાઉન્સિલર તરીકે તેમની કોમ્યુનિટીની અવિરત સેવા કરી રહ્યા છે. લોર્ડ મેયરની નવી ભૂમિકામાં પણ તેઓ આ વિસ્તાર તેમજ સમગ્ર લેસ્ટરના લોકોની સેવાનું કાર્ય સતત કરતા રહેશે તે વિશે મને જરા પણ શંકા નથી.’