લંડનઃ બાળ યૌન શોષણના એક કેસમાં વિસ્તૃત તપાસ પછી રોચડેલના ૨૫ વર્ષીય ઉસ્માન અલી પર ૧૩ વર્ષથી નીચેના બાળક પર દુષ્કર્મ આચરવાના છ કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે હાલ રિમાન્ડ પર રખાયેલા અલીને માન્ચેસ્ટર એન્ડ સેલ્ફર્ડ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ગઈ ૧૬મી મેએ એક બાળકના યૌન શોષણના અહેવાલની રોચડેલ સનરાઈઝ ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસને પગલે તેના પર આરોપ મૂકાયો હતો. આ ટીમમાં પોલીસ, લોકલ કાઉન્સિલ અને NHSના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ આ વિસ્તારના બાળકોને જરૂરી સલાહસૂચના આપતા હોય છે.
બાળકોના જાતીય શોષણ અને તેમના પર અન્ય ગુનાના મુદ્દે યુવાનોમાં જાગૃતિ કેળવવા તેઓ સ્કૂલોની નિયમિત મુલાકાત લેતા હોય છે.