લંડનઃ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ૪૪૩ કર્મચારીને છૂટા કરીને તેમનું કામ ભારતમાં ટ્રાન્સફર કરશે.નાના કામ સસ્તા દરે થતા હોવાથી બેંકને ફાયદો કરવા ચોક્કસ કામ ભારત ખસેડશે આ કામોમાં નાના ઉદ્યોગોને લોનની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.
બ્રિટનની સૌથી મોટી સરકારી બેંકે જણાવ્યું હતું કે, બેંકના ખર્ચમાં કાપ મૂકવાની નીતિને પગલે આ કામ ભારતમાં સસ્તા દરે કરી શકાશે. બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતમાં થોડાં ફેરફારો કરવા જરૂરી છે. જોકે, કમનસીબે બ્રિટનમાં ૪૪૩ નોકરીમાં કાપ મૂકાશે. કર્મચારીઓ માટે આ નિરાશાજનક સમાચાર છે એમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોયલ બેંકમાં ૭૩ ટકા હિસ્સો બ્રિટિશ સરકારનો છે બેન્કે ગયા મહિને પણ કેટલીક નોકરીમાં કાપ મૂક્યો હતો.