રોયલ મેલ દ્વારા કોરોના વોરિયર્સને બીરદાવવા બાળકો માટે સ્ટેમ્પ ડિઝાઈન સ્પર્ધા

Wednesday 21st April 2021 06:09 EDT
 

લંડનઃ રોયલ મેલ દ્વારા કોરોના મહામારીમાં પ્રશંસનીય કામગીરી કરનારા વર્કર્સના માનમાં સ્ટેમ્પ ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરાયું છે. રોયલ મેલના ડિરેક્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ એન્ડ પોલીસી ડેવિડ ગોલ્ડે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ૪થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. બાળકોએ તૈયાર કરેલી ડિઝાઈનોમાંથી આઠ ડિઝાઈનની સ્ટેમ્પ બનાવવા માટે પસંદગી કરવામાં આવશે. આ સ્ટેમ્પ સમગ્ર યુકેમાં વેચાણ માટે મૂકાશે. બાળકો હેલ્થ અથવા સોશિયલ કેરમાં ફરજ બજાવતા ફ્રન્ટલાઈન વર્કર્સનું નિરુપણ કરી શકશે. તેઓ દેશની કામગીરીને આગળ ધપાવવામાં મહત્તવની ભૂમિકા ભજવનારા રિફ્યુઝ કલેક્ટર, ક્લીનર્સ, ટીચર્સ.સુપરમાર્કેટ વર્કર્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટાફ, ડિલિવરી ડ્રાઈવર્સ અથવા પોસ્ટમેન અને પોસ્ટવિમેન જેવા અન્ય મુખ્ય વર્કર્સની કામગીરીની પ્રશંસા કરવા માગતા હોય. અથવા તેમની લોકલ કોમ્યુનિટીઝને મદદ કરનારા અથવા કેપ્ટન સર મૂરની માફક ચેરિટી માટે નાણાં એકત્ર કરનારને બીરદાવવા માગતા હોય તો તેઓ તેમ કરી શકશે.

ડેવિડ ગોલ્ડે ઉમેર્યું કે આ સ્પર્ધા આગામી ૨૮ મે, ૨૦૨૧ને શુક્રવાર સુધી ખૂલ્લી રહેશે. જજીસની સ્પેશિયલ પેનલ વિજેતા પસંદ કરશે. તમામ સ્પેશિયલ સ્ટેમ્પ્સની સાથે આખરી આઠ ડિઝાઈન પ્રિન્ટ થાય અને સ્ટેમ્પ તરીકે બહાર પડે તે પહેલા ક્વિન એલિઝાબેથ દ્વિતીયને મોકલી અપાશે. વિજેતાઓના નામ ઓટમમાં જાહેર કરાશે.
વીતેલું વર્ષ સૌને માટે ખૂબ કપરું રહ્યું છે. તેથી ચાલો મહામારીના હીરોઝને તેમણે આપણા માટે જે કર્યું છે તેની આપણે કેટલી પ્રશંસા કરીએ છીએ તે બતાવીએ.
સ્પર્ધાની સંપૂર્ણ વિગતો www.royalmail.com/stampcompetition પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter